For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વ્યક્તિનો પગાર મુકેશ અંબાણી કરતા 8 ગણો વધારે છે

મુકેશ અંબાણી કરતા પણ વધુ પૈસાદાર HEG લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રવિ ઝુનઝુનવાલાએ નાણાકીય વર્ષ 2018-19માં 121.37 કરોડનો પગાર લીધો છે.

|
Google Oneindia Gujarati News

તમે અત્યાર સુધી એશિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ મુકેશ અંબાણીને જ ઓળખતા હશો. તમને જણાવી દઈ કે મુકેશ અંબાણી કરતા પણ વધુ પૈસાદાર HEG લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રવિ ઝુનઝુનવાલાએ નાણાકીય વર્ષ 2018-19માં 121.37 કરોડનો પગાર લીધો છે. તો રિલાયન્સના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે મુકેશ અંબાણીનો વાર્ષિક પગાર માત્ર 15 કરોડ છે.

salary

તમને જણાવી દઈએ કે ઝુનઝનુવાલાના આટલા પગાર પર સવાલો પણ ઉઠી રહ્યા છે. LNG ભીલવાડા ગ્રૂપની કંપની HEG લિમિટેડ ગ્રેફાઈડનું ઉત્પાદન કરે છે. તેના CMD રવિ ઝુનઝુનવાલાનો પગાર ગત વર્ષ કરતા ત્રણ ગણો વધ્યો છે. ઝુનઝુનવાલાએ કંપનીના નિયમ પ્રમાણે ચોખ્ખા નફાના 2.5 ટકા સુધીનું કમિશન મળે છે, જેના કારણે તેમના વેતનમાં લગભગ 119 કરોડ રૂપિયા તો માત્ર કમિશનના જ છે.

ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે 2017-18માં ઝુઝુનવાલાનો પગાર માત્ર 43.33 કરોડ હતો, પરંતુ ઝુનઝુનવાલાના આ પગારથી શેર ધારકો અને કોર્પોરેટ ગર્વનન્સ ફર્મ ચિંતામાં છે.

આ પણ વાંચો: બાબા રામદેવ પર મહેરબાન થઈ ફડણવીસ સરકાર, 50 ટકા ઓછી કિંમતે જમીન આપી

તમામ કંપનીઓના પરિણામ હજી નથી આવ્યા. તમામના પરિણામ આવ્યા બાદ જ ખુલાસો થશે કે કોઈ MD, CEOએ પણ ઝુનઝુનવાલા કરતા વધુ પગાર લીધો છે કે નહીં. જો કે હાલના આંકડા પ્રમાણે ઝુનઝુનવાલા દેશના સૌથી વધુ પગાર લેતા વ્યક્તિ છે.

ગત નાણાકીય વર્ષ 2017-18માં ટેક મહિન્દ્રાના સીઈઓ સી.પી. ગુરનાનીએ 146 કરોડનો પગાર લઈને સૌથી વધુ પગાર મેળવતા વ્યક્તિ બન્યા હતા. તેમના બાદ બીજા સ્થાને 87.5 કરો રૂપિયાની વાર્ષિક સેલરી સાથે સન ટીવીના ચેરમેન કલાનિથિ મારન બીજા સ્થાને હતા.

આ પણ વાંચો: આ કોર્સ આપે છે 4 લાખ રૂપિયાની નોકરીની ગેરેંટી, જાણો ડિટેઈલ

તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2018-19માં હજી સુધી જે કંપનીઓના પરિણામ આવ્યા છે, તેમાં હીરો મોટોકોર્પના સીએમડી પવન મુંજાલે 81.41 કરોડ રૂપિયા, દીપક નાઈટ્રેટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉમેશ ઉસાઈકરે 59 કરોડનો પગાર મેળવ્યો હતો.

ગત વર્ષની વાત કરીએ તો મલ્ટીનેશનલ કંપની ઈન્દ્રા નૂયીને વાર્ષિક 133 કરોડ રૂપિયા પગાર મળ્યો હ9તો. આ જ રીતે કોગ્નિજેન્ટના ફ્રાન્સિસ્કો ડિસોઝાને 77 કરોડ રૂપિયા પગાર મળ્યો હતો. માસ્ટર કાર્ડના સીઈઓ અજયપાલસિંહ બગ્ગાને વાર્ષિક 84 કરોડ રૂપિયા મળ્યા હતા.

English summary
ravi jhunjhunwala getting salary more than mukesh ambani
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X