For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBIએ મૌદ્રિક નીતિનુ કર્યુ એલાન, વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહિ

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ નાણાકીય વર્ષ 2022-23ની પહેલી મૌદ્રિક નીતિનુ એલાન કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ નાણાકીય વર્ષ 2022-23ની પહેલી મૌદ્રિક નીતિનુ એલાન કરી દીધુ છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે મૌદ્રિક નીતિનુ એલાન કરીને કહ્યુ કે વ્યાજ દરો(રેપો રેટ)માં કોઈ પણ પ્રકારનો કોઈ ફેરફાર કરવામાં નથી આવી રહ્યો. તે પહેલાની જેમ 4 ટકા પર જ યથાવત રહેશે જ્યારે રિવર્સ રેપો રેટમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેને પણ 3.35 ટકા પર રાખવામાં આવ્યો છે.

rbi

શક્તિકાંત દાસે કહ્યુ કે બોર્ડની બેઠકમાં બધા સભ્યોએ એ વાત પર સંમતિ દર્શાવી છે કે વ્યાજ દરોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો જોઈએ નહિ. મહત્વની વાત એ છે કે વિકાસ દરની ગતિમાં સુધારો કરવામાં આવ્યો છે. પહેલા વિકાસ દર 7.8 ટકા રેહવાની વાત કહેવામાં આવી હતી જેને ઘટાડીને 7.2 ટકા કરી દેવામાં આવી છે. બજારમાંથી લિક્વિડિટી ધીમે-ધીમે બહાર આવશે.

નોંધનીય વાત છે કે રેપો રેટ સતત 11માં ક્વાર્ટરમાં સ્થિર રહ્યો છે અને તેને 4 ટકા પર જ રાખવામાં આવ્યો છે. જો કે, રિવર્સ રેપો રેટને 3.75 ટકા વધારી દેવામાં આવ્યો છે અને આમાં 40 બેઝ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. ગવર્નરે કહ્યુ કે અમારી મૌદ્રિક નીતિનુ લક્ષ્ય દેશની અર્થવ્યવસ્થા અને વિકાસને પ્રોત્સાહન આપવાનુ છે. આરબીઆઈએ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીનો પણ બદલી નથી અને એ 4.25 ટકા છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા તરફથી કહેવામાં આવ્યુ છે કે આ નાણાકીય વર્ષમાં જીડીપી 7.2 ટકા રહેવાનુ અનુમાન છે. તમને જણાવી દઈએ કે રેપો રેટ 22 મે, 2020ના રોજ 4 ટકા હતો જે સતત 4 ટકા પર બનેલો છે અને આરબીઆઈએ આમાં કોઈ ફેરફાર કર્યો નથી.

આ સાથે જ શક્તિકાંત દાસે કહ્યુ કે અમે કોઈ પણ નિયમ બુકથી બંધાયેલા નથી. અમે સ્થિતિ અનુસાર નિયમોમાં ફેરફાર કરવા માટે તૈયાર છે જેનાથી દેશની અર્થવ્યવસ્થાને સારી ગતિએ આગળ વધારી શકાય. મહત્વની વાત એ છે કે બે વર્ષ પછી પહેલી વાર રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયના ઑફિસથી મૌદ્રિક નીતિનુ એલાન કર્યુ છે. આ પહેલા કોરોનાના કારણે આ આરબીઆઈના કાર્યાલયથી કરવામાં નહોતુ આવી રહ્યુ.

English summary
RBI announced its Credit Policy for FY 2022-23, no change in Repo rate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X