For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાનગી બેંક બનતા જ IDBI કર્મચારીઓને નોકરી જવાનો ડર

ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ) એ આઇબીબીઆઈ બેંકનો દરજ્જો સરકારી બેંકથી હટાવીને ખાનગી બેંકનો કરી દીધો છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ) એ આઇબીબીઆઈ બેંકનો દરજ્જો સરકારી બેંકથી હટાવીને ખાનગી બેંકનો કરી દીધો છે. અચાનક થયેલા આ ફેરફારથી બેંકના કર્મચારીઓ ગુસ્સે થયા છે અને આંદોલનની ધમકી આપી છે. આઇડીબીઆઇબેંકના કર્મચારીઓએ કહ્યું છે કે તેમની સેવાઓને બીજી રાષ્ટ્રીયકૃત બેંકમાં શિફ્ટ કરવામાં આવે.

આ પણ વાંચો: SBI કસ્ટમર્સ એલર્ટ, કોઈની સાથે બેંકિંગ સંબંધિત માહિતી શેર ન કરશો

ભૂખ હડતાલની આપી ધમકી

ભૂખ હડતાલની આપી ધમકી

IDBI Bank ના કર્મચારીઓનું એસોસિયેશન ઓફ ઓલ ઇન્ડિયા આઇડીબીઆઇ ઑફિસર્સ એસોસિયેશન (AIIDBIOA) એ એક દિવસીય ભૂખ હડતાળની જાહેરાત કરી છે. AIIDBIOAના સચિવ અવી વિઠ્ઠલની વતી 30 માર્ચના રોજ ભૂખ હડતાળ માટે બેંકના સચિવ રાજીવ કુમાર, રીજનલ લેબર કમિશનર (સેન્ટ્રલ) અને ચીફ લેબર કમિશનર (સેન્ટ્રલ) ને પત્ર મોકલવામાં આવ્યો હતો. આ પત્રમાં વિઠ્ઠલે આરબીઆઇ તરફથી આઇડીબીઆઈ બેંકને રી-કેટીરાઈઝ કરવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. પત્રમાં AIIDBIOAને સરકાર, બેંક અને એસોસિયેશન વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવા માટેની માંગ કરવામાં આવી છે. આ એમઓયુમાં બેંકમાં કામ કરતા હાલના કર્મચારીઓની નિવૃત્તિ સુધી, સેવાની શરતો અને સુવિધાઓના વ્યવસ્થાપનની બાંયધરી આપવાની વાત કરવામાં આવી છે.

કર્મચારીઓની અન્ય માંગ

કર્મચારીઓની અન્ય માંગ

IDBI bank ના સંઘ દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં કર્મચારીઓએ ટ્રાન્સફર સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે આઇડીબીઆઈ બેંકની વચ્ચે AIIDBIOA વચ્ચે એક દ્વિપક્ષીય કરારની માંગ કરી છે. અને સાથે એસોશિએશનએ ઝડપી વિકસતા બિન-કાર્યક્ષમ એસેટ (એનપીએ) અને મોટા ડિસ્કાઉન્ટ એકાઉન્ટ્સને ધ્યાનમાં રાખીને જવાબદારી સેટ કરવાની માંગ કરી છે.

એલઆઈસીએ એક્વિઝિશન લીધું છે

એલઆઈસીએ એક્વિઝિશન લીધું છે

હકીકતમાં, એલઆઇસીએ આઇડીબીઆઇ બેંકમાં 51% હિસ્સો ખરીદ્યો છે. આ કારણોસર આરબીઆઇએ બેંકને ખાનગી ક્ષેત્રની બેંકની કેટેગરીમાં મૂકી છે. એલઆઈસી તરફથી આઇડીબીઆઇ બેંકમાં 51 ટકા હિસ્સો ખરીદવાની પ્રક્રિયા જાન્યુઆરીમાં પૂર્ણ થઈ છે. આરબીઆઇએ 21 જાન્યુઆરી, 2019 થી આઇડીબીઆઈ બેંકને ખાનગી ક્ષેત્રની બેંકનો દરજ્જો આપ્યો છે.

English summary
IDBI Bank as a private sector bank from public sector bank Employees are protesting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X