For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBI કસ્ટમર્સ એલર્ટ, કોઈની સાથે બેંકિંગ સંબંધિત માહિતી શેર ન કરશો

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) એ તેના બેન્ક ગ્રાહકોને અજાણ્યા લોકો તરફથી આવતા WhatsApp મેસેજોથી આગાહ કર્યા છે.

|
Google Oneindia Gujarati News

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) એ તેના બેન્ક ગ્રાહકોને અજાણ્યા લોકો તરફથી આવતા WhatsApp મેસેજોથી આગાહ કર્યા છે. જી હા, જો તમે પણ એસબીઆઈના ગ્રાહક છો તો આ સમાચાર જરૂર વાંચો. સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાએ તેના ખાતાધારકોને WhatsApp ના ફેક મેસેજથી દૂર રહેવાની સલાહ આપી છે. દેશની સૌથી મોટી બેન્કે માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર વોર્નિંગ શેર કરી છે. હાલના દિવસોમાં વપરાશકર્તાઓને ફેક WhatsApp મેસેજ મળતા હતા જેમાં તેઓને તેમની નાણાકીય માહિતી માંગવામાં આવી રહી હતી. આ પછી એસબીઆઇએ ટ્વિટર પર આ વોર્નિંગ રજૂ કરી છે.

state bank of india

તમને જણાવી દઈએ કે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ તેના ગ્રાહકોને કહ્યું છે કે તેઓ બેન્કિંગ સંબંધિત માહિતી કોઈની પણ સાથે શેર ન કરે. બનાવટી ઑફર્સ અને બેન્કિંગ સંબંધિત મેસેજ WhatsApp પર ફોરવર્ડ કરવામાં આવી રહ્યા છે અને તેનો શિકાર બેન્ક એકાઉન્ટ હોલ્ડરર્સ થઇ રહ્યા છે. આ ફક્ત Whatsapp પર નહીં પણ કૉલ્સથી પણ થાય છે.

આ પણ વાંચો: SBIમાં દરેક સર્વિસ પર લાગે છે ચાર્જ, જાણો કેટલો

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ટ્વીટમાં કહ્યું છે કે, "સુરક્ષિત રહેવા માટે એલર્ટ રહો. WhatsApp અને સોશિયલ મીડિયા દ્વારા મેસેજિંગમાં ફેક ઑફર્સ તમને ગેરમાર્ગે દોરી શકે છે. કોઈપણ અપ્રિય ઘટનાની જાણ કરો અને 180011109 નંબર પર કૉલ કરો.

આ પણ વાંચો: જો તમે પણ છો SBIના ગ્રાહક, તો 1મેથી થશે આ ફાયદો

આટલું જ નહીં એસબીઆઇએ તેના ગ્રાહકોને ખાતરી આપતા કહ્યું છે કે કોઈ પણ તેમના એકાઉન્ટને ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશન વેલિડેશન વિના ઍક્સેસ કરી શકશે નહીં. તેથી ગ્રાહકોને વિનંતી કરવામાં આવી છે કોઈ પણ પરિસ્થિતિમાં ક્રેડિટ એકાઉન્ટ, બેંક માહિતી અને OTP કોઈની સાથે શેર ન કરે. ઓફર વિશે, બેંકે કહ્યું છે કે કોઈપણ પોસ્ટ પરની ઓફરની માન્યતા જરૂર તપાસો.

નેટ બેન્કિંગ હેક થવાથી બચાવો

ઉલ્લેખનીય છે કે કેટલાક એસબીઆઈ કસ્ટનર્સને WhatsApp અને સોશિયલ મીડિયા દ્વારા મેસેજ મળી રહ્યા છે જ્યાં તેઓને ઓટીપી પૂછવામાં આવી રહ્યો છે. જોકે તેમાં ઓછા પૈસાના વ્યવહારો થાય છે, જેથી વપરાશકર્તાઓને ખબર ન પડે. જો તમે ઓટીપી જણાવી દો છો, તો એવી શક્યતા છે કે તમારું નેટ બેન્કિંગ હેક થઇ શકે છે અને ફ્રોડ્સ તમારા પૈસા ખાલી કરી શકે છે.

English summary
SBI Warns Customers About Whatsapp Scam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X