For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBIમાં દરેક સર્વિસ પર લાગે છે ચાર્જ, જાણો કેટલો

બેન્કો પોતાની આવક વધારવા માટે નવી નવી સેવાઓ પર ચાર્જ લગાડી રહ્યા છે. પરંતુ બેન્ક જેટલી માહિતી નવા પ્રોડક્ટને લોન્ચ કરવામાં આપે છે તેટલી ઝ઼પથી ગ્રાહકોને દરેક ચાર્જની માહિતી નથી આપતા.

|
Google Oneindia Gujarati News

બેન્કો પોતાની આવક વધારવા માટે નવી નવી સેવાઓ પર ચાર્જ લગાડી રહ્યા છે. પરંતુ બેન્ક જેટલી માહિતી નવા પ્રોડક્ટને લોન્ચ કરવામાં આપે છે તેટલી ઝ઼પથી ગ્રાહકોને દરેક ચાર્જની માહિતી નથી આપતા. પરંતુ રિઝર્વ બેન્ક દ્વારા લોકો ઘરે બેસીને બેન્ક સર્વિસની ફીઝ તપાસી શકે છે. બેન્કો આ માહિતી પોતાની વેબસાઈટ પર રાખે છે. સામાન્ય રીતે હવે બેન્કો પોતાની મોટાભાગની સર્વિસ પર ચાર્જ વસુલે છે. જો કે આ ચાર્જ બેન્ક પ્રમાણે ઓછો-વધારે હોઈ શકે છે. દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા છે. ચાલો જાણીએ SBI પોતાની જુદી જુદી સર્વિસનો શું ચાર્જ લે છે.

આ પણ વાંચો: જાણો બાળકોના નામે Mutual fund કેવી રીતે ખરીદશો, બની જશે કરોડપતિ

લગભગ દરેક સર્વિસની લાગે છે ફી

લગભગ દરેક સર્વિસની લાગે છે ફી

બેન્કિંગ સેવામાં સૌથી વધુ વપરાતી સર્વિસ છે એટીએમ અને બેન્ક અકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ. પરંતુ મોટા ભાગના ને ખબર જ નથી કે આ સેવાના બદલામાં કેટલો ચાર્જ ચૂકવવો પડે છે. SBIની વેબસાઈટ www.sbi.co.in પર આપેલી માહિતી પ્રમાણે જાણો આ ચાર્જ કેટલો છે.

મિનિમમ બેલેન્સ ન રાખવા પર આટલો લાગે છે ચાર્જ

મિનિમમ બેલેન્સ ન રાખવા પર આટલો લાગે છે ચાર્જ

SBIમાં મિનિમમ બેલેન્સ ન રાખવા પર પણ ચાર્જ વસુલવામાં આવે છે. આ ચાર્જ તમારી બ્રાન્ચ ક્યાં છે તેના પર આધારિત છે. જો તમારી બેન્ક મેટ્રો શહેરમાં છે તો સૌથી વધુ ચાર્જ લાગે છે અને ગ્રામીણ વિસ્તારમાં સૌથી ઓછો.

જાણો SBIનો ચાર્જ

જાણો SBIનો ચાર્જ

મેટ્રો અને અર્બન શહેરોમાં લોકો માટે મિનિમમ બેલેન્સ 3 હજાર રૂપિયા રાખવું જરૂરી છે. જો બેલેન્સ આનાથી ઓછું થાય તો દંડ ભરવો પડે છે. આ શહેરોના લોકોએ આ પ્રમાણે ફી આપવી પડે છે.

- અમાઉન્ટ મિનિમમ બેલેન્સથી 50 ટકા કરતા ઓછી હોય તોઃ 10 રૂપિયા + GST
- અમાઉન્ટ મિનિમમ બેલેન્સથી 50-75 ટકા ઓછી હોય તોઃ 12 રૂપિયા + GST
- અમાઉન્ટ મિનિમમ બેલેન્સ 75 ટકાથી વધુ હોય તોઃ 15 રૂપિયા + GST


સેમી અર્બન શહેરોમાં મિનિમમ બેલેન્સ 2 હજાર રૂપિયા જરૂરી છે. જો મિનિમમ બેલેન્સ ન હોય તો આટલો ચાર્જ લાગશે.

- અમાઉન્ટ મિનિમમ બેલેન્સથી 50 ટકા કરતા ઓછી હોય તોઃ 7.5 રૂપિયા + GST
- અમાઉન્ટ મિનિમમ બેલેન્સથી 50-75 ટકા ઓછી હોય તોઃ 10 રૂપિયા + GST
- અમાઉન્ટ મિનિમમ બેલેન્સ 75 ટકાથી વધુ હોય તોઃ 12 રૂપિયા + GST

તો રૂરલ એરિયાની બ્રાન્ચમાં મિનિમમ બેલેન્સ છે 1 હજાર રૂપિયા, ન હોય તો આટલો ચાર્જ લાગશે

- અમાઉન્ટ મિનિમમ બેલેન્સથી 50 ટકા કરતા ઓછી હોય તોઃ 5 રૂપિયા + GST
- અમાઉન્ટ મિનિમમ બેલેન્સથી 50-75 ટકા ઓછી હોય તોઃ 7.5 રૂપિયા + GST
- અમાઉન્ટ મિનિમમ બેલેન્સ 75 ટકાથી વધુ હોય તોઃ 10 રૂપિયા + GST

જાણો ATMનો ચાર્જ

જાણો ATMનો ચાર્જ

બેન્કની બીજી સૌથી જરૂરી અને સૌથી વધુ વપરાતી સર્વિસ છે ATM. પરંતુ બેન્ક તેના માટે પણ ચાર્જ લે છે.

આ છે એટીએમ ઈસ્યુ કરવાની ફીઝ

આ છે એટીએમ ઈસ્યુ કરવાની ફીઝ

- ક્લાસિક / ગ્લોબલ કાર્ડઃ કોઈ ફી નહીં
- ગોલ્ડ ડેબિટ કાર્ડઃ 100 રૂપિયા (ટેક્સ સહિત)
- પ્લેટિનમ ડેબિટ કાર્ડઃ 306 રૂપિયા (ટેક્સ સહિત)

ATM વાપરવાનો ચાર્જ

ATM વાપરવાનો ચાર્જ

- જો SBIનું એટીએમ વાપરો છો તો તેના પર કોઈ ચાર્જ નથી લાગતો, પંતુ જો બીજા કોઈ બેન્કનું એટીએમ વાપરીને પૈસા ઉપાડો છો, કે ટ્રાન્ઝેક્શન કરો છો તો પૈસા ચૂકવવા પડે છે.
- બીજી બેન્કના એટીએમનો 5 વખત ઉપયોગ ફ્રી છે.
- છટ્ઠી વખત ઉપયોગ પર 17 રૂપિયાનો ચાર્જ લાગે છે.
- 5થી વધુના દરેક નોન ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન પર 6 રૂપિયા ચાર્જ ચૂકવવો પડે છે.

ATM બદલવાની ફી

ATM બદલવાની ફી

- એટીએમ રિપ્લેસ કરાવવાનો ચાર્જ લાગે છે 204 રૂપિયા
- પિન જનરેટના બદલામાં 51 રૂપિયા ચાર્જ લાગે છે.

એટીએમ મેઈન્ટેન્સ ચાર્જ એટલે કે વાર્ષિક ચાર્જ

એટીએમ મેઈન્ટેન્સ ચાર્જ એટલે કે વાર્ષિક ચાર્જ

- ક્લાસિક ડેબિટ કાર્ડ પર બેન્ક 100 રૂપિયા પ્લસ ટેક્સનો ચાર્જ વસુલે છે.
- સિલ્વર/ ગોલ્ડ / ગ્લોબલ ડેબિટ કાર્ડના બદલામાં બેન્ક 150 રૂપિયા અને ટેક્સ લાગે છે.
- પ્લેટિનમ ડેબિટ કાર્ડ માટે બેન્ક 200 રૂપિયા પ્લસ ટેક્સ વલુસે છે.

ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા પર પણ લાગે છે ચાર્જ

ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા પર પણ લાગે છે ચાર્જ

એસબીઆઈ ઓનલાઈન મની ટ્રાન્સફર કરવા પર પણ ચાર્જ ચૂકવવો પડે છે. IMPS 365 દિવસ અને 24 કલાક પૈસા ટ્રાન્સર કરી શકાય છે.

- 1 હજાર સુધીની રકમ ટ્રાન્સફર છે ફ્રી
-1001થી 10 હજાર સુધીના મની ટ્રાન્સફર પર 1 રૂપિયો ચાર્જ અને GST આપવો પડે છે.
- 10,001થી 1 લાખ સુધીની રકમ ટ્રાન્સફર કરવા પર 2 રૂપિયા પ્લસ GST લાગે છે.

English summary
sbi news: know how much sbi imposes charge on banking services
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X