For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBI ડાયરેક્ટરે મોદી સરકારના 20 લાખ કરોડના આર્થિક પેકેજ પર ઉઠાવ્યો સવાલ

આર્થિક પેકેજ સામે દેશના સર્વોચ્ચ બેંક રિઝર્વ બેંકની અંદર પણ અવાજ ઉઠવા લાગ્યો છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કારણે દેશના કરોડો ગરીબ, બેરોજગાર, પ્રવાસી મજૂર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તમામ ઉદ્યોગ ધંધા બંધ પડ્યા છે જેમને સરકાર ફરીથી ખોલવાની કવાયત કરી રહી છે. આ દરમિયાન આ તમામ મુશ્કેલીઓને જોતા સરકારે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજનુ એલાન કર્યુ હતુ. પરંતુ સરકારના આ આર્થિક પેકેજ પર સતત સવાલ ઉઠી રહ્યા છે. વિપક્ષ સહિત સમાજના અલગ અલગ વર્ગના લોકો આ આર્થિક પેકેજ પર સવાલ ઉઠાવી રહ્યા છે. પરંતુ હવે આ આર્થિક પેકેજ સામે દેશના સર્વોચ્ચ બેંક રિઝર્વ બેંકની અંદર પણ અવાજ ઉઠવા લાગ્યો છે.

આર્થિક પેકેજ પર ઉઠાવ્યો સવાલ

આર્થિક પેકેજ પર ઉઠાવ્યો સવાલ

રિઝર્વ બેંકના એક ડાયરેક્ટ સતીષ કાશીનાથ મરાઠેએ કોરોના સામે લડવા માટે સરકારના પેકેજ પર સવાલ ઉઠાવ્યો છે. તેમનુ કહેવુ છે કે સરકારે ત્રણ મહિનાનુ મોરેટોરિયમ આપ્યુ છે કે જે પૂરતુ નથી. એટલુ જ નહિ સરકારે એનપીએમાં પણ રાહત આપવી જોઈતી હતી અને રાહત પેકેજમાં આને શામેલ કરવુ જોઈતુ હતુ. મહત્વની વાત એ છે કે કાશીનાથ મરાઠે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે પણ જોડાયેલા છે જેમાં તેમણે સરકારના રાહત પેકેજ પર સવાલ ઉઠાવ્યા છે.

ટ્વિટ કરીને કહી આ વાત

સતીષ મરાઠેએ ટ્વિટ કરીને લખ્યુ કે આ રાહત પેેકેજ કાલ્પનિક અને આગળ જોનારુ બંને છે. પરંતુ તેમછતાં આમાં બેંકને શામેલ કરવામાં આવી નથી કે જે કોરોના સંકટમાં ફ્રંટલાઈન વૉરિયર તરીકે કામ કરી રહી છે. દેશની અર્થવ્યવસ્થા બહેતર કરવા માટે બેંક ફ્રંટલાઈન વૉરિયર તરીકે કામ કરી રહ્યા છે. ત્રણ મહિનાના મોરેટોરિયમ પૂરતુ નથી. એનપીએમાં પણ રાહત આપવી જોઈએ. એટલુ જ નહિ તેમણે કહ્યુ કે આ પેકેજ માંગ વધારવામાં સફળ નહિ થાય. આ મુખ્ય રીતે સપ્લાયની પૂર્તિ પર કેન્દ્રિત છે.

લાંબા સમયથી છે બેંકિંગ સેક્ટરમાં

ઉલ્લેખનીય છે કે સતીશ મરાઠેએ બેંક ઑફ ઈન્ડિયાથી પોતાના બેંકિંગ કરિયરની શરૂઆત કરી હતી અને તે 2002-06 સુધી યુનાઈટેડ વેસ્ટર્ન બેંકના ચેરમેન તેમજ સીઈઓ રહી ચૂક્યા છે. આ પહેલા 1991માં તે જનકલ્યાણકારી સહકારી બેંક લિમિટેડના સીઈઓ હતા. એટલુ જ નહિ તે સહકારી બેંકના ક્ષેત્રમાં કામ કરતી એનજીઓ સહકાર ભારતીના સંસ્થાપક સભ્યોમાંથી પણ એક છે.

પશ્ચિમ દિશામાં ભૂલથી પણ આ કામ ન કરતા, આ દિશા છે શનિદેવનીપશ્ચિમ દિશામાં ભૂલથી પણ આ કામ ન કરતા, આ દિશા છે શનિદેવની

English summary
Rbi director questions on 20 lakh crore rs Modi governmant package.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X