For Quick Alerts
For Daily Alerts

વડાપ્રધાન મોદી અને RBI ગવર્નર રાજન વચ્ચે મુલાકાત
નવી દિલ્હી, 2 જૂન : RBIની નાણાકીય પોલિસીની સમીક્ષાને ધ્યાનમાં લઇને આજે RBIના ગવર્નર રઘુરામ રાજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. કહેવામાં આવે છે કે આ મુલાકાતમાં વાયાપક આર્થિક સ્થિતિ અને કિંમતમાં વધારા અંગે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
એક સરકારી નિવેદન અનુસાર 'રાજને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત યોજી હતી. આ શિષ્ટાચાર મુલાકાત હતી.' રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વિમાસીક નાણાકીય નીતિની સમીક્ષા મંગળવારે, 3 જૂન, 2014ના રોજ કરવાની છે. મોદી દ્વારા વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યા બાદ આ પ્રથમ સમીક્ષા હશે.
ઉલ્લેખનીય છે કે રઘુરામ રાજને પાછલા સપ્તાહે નવા નાણાપ્રધાન અરૂણ જેટલી સાથે મુલાકાત યોજી હતી અને જણાવ્યું હતું કે તેમની પ્રાથમિકતા વધતી જતી મોંધવારીને અટકાવવાની રહેશે.
Comments
rbi rbi governer raghuram rajan pm narendra modi rbi policy આરબીઆઇ આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજન પીએમ નરેન્દ્ર મોદી આરબીઆઇ પોલિસી
English summary
RBI governer Raghuram Rajan meets PM Narendra Modi ahead of RBI policy.