For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBI ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટ 40 bps વધારીને 4.40 ટકા કર્યો

RBIના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારના રોજ જણાવ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ ઑફ સાયકલ મીટિંગમાં રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટ્સ (bps) નો વધારો કરીને તાત્કાલિક અસરથી 4.40 ટકા કર્યો છે.

|
Google Oneindia Gujarati News

RBIના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારના રોજ જણાવ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ ઑફ સાયકલ મીટિંગમાં રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટ્સ (bps) નો વધારો કરીને તાત્કાલિક અસરથી 4.40 ટકા કર્યો છે.

Shaktikanta Das

મીડિયાને સંબોધતા દાસે જણાવ્યું હતું કે, MPCએ સર્વસંમતિથી વ્યાજ દરમાં 40 bps થી 4.40 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું હતું કે, વૈશ્વિક વૃદ્ધિનું મૂલ્યાંકન કરવા માટે RBI એમપીસી ઓફ સાયકલ મળ્યા હતા.

RBI ના ગવર્નરે જણાવ્યું હતું કે, ભૌગોલિક રાજકીય તણાવ મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં ફુગાવાને વધારે દબાણ કરી રહ્યા છે. ક્રૂડ ઓઈલની કિંમત અસ્થિર છે અને બેરલ દીઠ 100 ડોલરથી ઉપર છે. યુરોપના સંઘર્ષ અને નિકાસકાર દ્વારા પ્રતિબંધને કારણે ખાદ્ય તેલની અછત છે, એમ RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મધ્યસ્થ બેંકના વડાની અચાનક જાહેરાતને પગલે, S&P BSE સેન્સેક્સ બપોરે 2:18 કલાકે 953.83 પોઈન્ટ (1.67 ટકા) તૂટીને 56,022.16 પર જ્યારે નિફ્ટી 50 287.65 પોઈન્ટ્સ (1.69 ટકા) ઘટીને 147.15 પર પહોંચી ગયો હતો.

RBIના ગવર્નરે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય બેંકે ગયા મહિને અગાઉની MPC બેઠકમાં અનુકૂળ વલણ પાછું ખેંચવાનો ઇરાદો જાહેર કર્યો હતો.

English summary
RBI Governor Shaktikant Das raised the repo rate from 40 bps to 4.40 per cent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X