RBIએ મૌદ્રિક નીતિનુ કર્યુ એલાન, રેપો રેટમાં કોઈ ફેરફાર નહિ

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા આજે 10 વાગે પ્રેસ કૉન્ફરન્સ કરશે.

નવી દિલ્લીઃ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્રન શક્તિકાંત દાસે પ્રેસ કૉન્ફરન્સ કરીને આરબીઆઈની મૌદ્રિક નીતિનુ એલાન કર્યુ. પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન શક્તિકાંત દાસે કહ્યુ કે મૉનિટરી પૉલિસી કમિટીએ એકમતથી રેપો રેટના દરને પૂર્વના 4 ટકાના દર પર રાખવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિુયાએ નવી મૌદ્રિક નીતિ કમિટીની રચના કરી છે જેણે બુધવારે ત્રણ દિવસની પોતાની બેઠક શરૂ કરી હતી. એવુ માનવામાં આવી રહ્યુ છે કે આજના એલાનમાં વ્યાજના દરોમાં ઘટાડો કરવામાં આવી શકે છે જેથી મોંઘવારીની મારથી લોકોને રાહત મળી શકે.

hsaktikant das

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા તરફથી પણ ટ્વિટ કરીને આ બાબતે માહિતી આપવામાં આવી છે. શુક્રવારે સવારે 10 વાગે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ મૌદ્રિક નીતિનુ એલાન કરશે. આરબીઆઈ સામે સૌથી મોટો પડકાર આ વખતે એ છે કે કોરોના સંકટમાં ભારે આર્થિક નુકશાન સહન કરી રહેલા સેક્ટર્સને કઈ રીતે લેંડિંગ રેટમાં ફેરફાર કરીને રાહત આપવામાં આવે, સાથે જ લોકોની મોંઘવારીની મારને ઘટાડી શકાય. વિશ્લેષકોનુ માનવુ છે કે અર્થવ્યવસ્થામાં લિક્વિડિટીને જાળવી રાખવાની જરૂર છે માટે આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કરવો જોઈએ જેથી વ્યાજદરોમાં ઘટાડો આવી શકે અને લોકોની ઈએમઆઈ ઘટી શકે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X