For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોટબંધીને કારણે અર્થવ્યવસ્થા પર અસર તો પડી છે: આરબીઆઇ ગવર્નર

આર્થિક મામલાની સંસદીય સ્થાયી સમિતિ સામે આરબીઆઇ ગવર્નર ઊર્જિત પટેલે માન્યું કે નોટબંધીને કારણે અર્થવ્યવસ્થા પર પ્રભાવ પડ્યો છે.

|
Google Oneindia Gujarati News

આર્થિક મામલાની સંસદીય સ્થાયી સમિતિ સામે આરબીઆઇ ગવર્નર ઊર્જિત પટેલે માન્યું કે નોટબંધીને કારણે અર્થવ્યવસ્થા પર પ્રભાવ પડ્યો છે. પરંતુ તેમને એવું પણ કહ્યું છે કે તે ખુબ લાબું નહીં ચાલ્યું અને હવે દેશની ઇકોનોમીની ગ્રોથ સારી છે. ઊર્જિત પટેલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ક્રેડિટ ગ્રોથ 15 ટકા છે. રિઝર્વ બેન્કના ગવર્નર ઊર્જિત પટેલે મંગળવારે સંસદીય સ્થાયી સમિતિ સામે હાજર થયા હતા. સમિતિ ઘ્વારા તેમને નોટબંધી, એનપીએ, આરબીઆઇ અને સરકાર વચ્ચે તણાવ અને અર્થવ્યવસ્થાના પડકાર અંગે સવાલો કર્યા.

આ પણ વાંચો: નોટબંધીથી સર્જાયેલ આર્થિક કટોકટીના નામે કોંગ્રેસે રાજ્યભરમાં દેખાવો કર્યો

એક કલાક કરતા પણ વધારે સમય સમિતિ સામે રહ્યા

એક કલાક કરતા પણ વધારે સમય સમિતિ સામે રહ્યા

સમિતિએ એક કલાક કરતા પણ વધારે સમય સુધી ઊર્જિત પટેલને સવાલ જવાબ કર્યા. આ દરમિયાન ઊર્જિત પટેલે કેન્દ્રં સરકાર સાથે ચાલી રહેલા કોઈ પણ વિવાદિત મુદ્દે વાત નહીં કરી. અર્થવ્યવસ્થા સ્થિતિ પર તેમને સવાલોના જવાબ આપ્યા. ઊર્જિત પટેલે વિવાદિત સવાલોના કોઈ જ જવાબ નહીં આપ્યા. તેમને આશ્વાશન આપ્યું કે તેઓ 10 થી 15 દિવસમાં લિખિતમાં તેમનો જવાબ આપશે.

બેંક પાસે રિઝર્વ કરન્સી મુશ્કિલ સમય માટે

બેંક પાસે રિઝર્વ કરન્સી મુશ્કિલ સમય માટે

આરબીઆઇ ગવર્નર ઘ્વારા જણાવવામાં આવ્યું કે બેંક પાસે હાલમાં કરન્સી રીઝવનું જે સ્તર છે તે આંતરરાષ્ટ્રીય અસ્થિરતાને ધ્યાનમાં રાખતા દેવું આપવાની ક્ષમતાને જાળવી રાખવા માટે જરૂરી છે. આ રિઝર્વ મુશ્કિલ સ્થતિમાં ઉપયોગ કરવા માટે છે, સામાન્ય સ્થિતિમાં વાપરવા માટે નથી. ઊર્જિત પટેલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે અર્થવ્યવસ્થાની બુનિયાદ મજબૂત છે અને તેલની કિંમત નીચે આવવાને કારણે તેને વધારે મજબૂતી મળશે.

ઘણા સવાલોના જવાબ નહીં આપ્યા

ઘણા સવાલોના જવાબ નહીં આપ્યા

સાંસદ એમ વીરપ્પા મોઈલીની અધ્યક્ષતાવાળી 31 સંસદીય સમિતિ સામે ઊર્જિત પટેલે આરબીઆઇ કાનૂન ધારા 7 ઉપયોગ, ફસાયેલું દેવું, કેન્દ્રીય બેન્કની સ્વાયત્તતા અને બીજા ઘણા મુદ્દાઓ પર કઈ જ નહીં કહ્યું. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ આ સમિતિમાં હતા

English summary
RBI governor Urjit Patel to House panel about Demonetization impact NPA economy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X