For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBI વધારી શકે છે તેનું Gold Reserves, જાણો ચિંતાના કારણ વિશે

દુનિયાભરમાં વધતું સંરક્ષણવાદ, વૈશ્વિક ચલણ નીતિમાં નરમ અને ઘરેલુ ચલણમાં અસ્થિરતાના પગલે ભારતીય રિઝર્વ બેન્ક તેના ગોલ્ડ અનામતમાં વધારો કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

દુનિયાભરમાં વધતું સંરક્ષણવાદ, વૈશ્વિક ચલણ નીતિમાં નરમ અને ઘરેલુ ચલણમાં અસ્થિરતાના પગલે ભારતીય રિઝર્વ બેન્ક તેના ગોલ્ડ અનામતમાં વધારો કરી શકે છે. આવું અર્થશાસ્ત્રીઓ અને વિશ્લેષકોનું અનુમાન છે. તેમના મતે, આરબીઆઈ વિવિધ વિદેશી ચલણો અને અનામત અસ્કયામતોની જરૂરિયાતોના સંદર્ભમાં તેના ગોલ્ડ ભંડારમાં વૃદ્ધિ કરશે. તેમણે જણાવ્યું હતું કે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ) ના સોનાના અનામત વર્તમાન પ્રવૃત્તિને લઈને 608.8 ટન થઇ ગયું છે.

આ પણ વાંચો: સરકાર ખુબ જ વધારે ગોલ્ડ ખરીદી રહી છે, ડર શું છે તે જાણો

વિશ્વમાં સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ રાખનારા દેશો

વિશ્વમાં સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ રાખનારા દેશો

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી) અનુસાર, આરબીઆઈ વિશ્વના સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ ધરાવતી કેન્દ્રીય બેંકોની સૂચિમાં 11 મું સ્થાન ધરાવે છે. સૌથી મોટું ગોલ્ડ રિઝર્વ 8,133.50 ટન અમેરિકી કેન્દ્રીય બેન્ક ફેડરલરિઝર્વં પાસે છે. આ પછી, જર્મનીના સેન્ટ્રલ બેન્ક પાસે 3,369.70 ટન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) પાસે 2,814 ટન, ઇટાલીયન સેન્ટ્રલ બેંકનું 2,451.80 ટન, ફ્રાન્સમાં 2,436 ટન અને રશિયા પાસે 2,168.3 ટન સોનું છે.

આ છે ગોલ્ડના પ્રતિ આકર્ષણ વધવાનું કારણ

આ છે ગોલ્ડના પ્રતિ આકર્ષણ વધવાનું કારણ

ડબ્લ્યુજીસીના માર્કેટ ઇન્ટેલિજન્સ અફેર્સના ડિરેક્ટર એલિસ્ટેયર હેવિટે જણાવ્યું હતું કે, "હાલના વ્યવસાયમાં તણાવ અને મંદીના આર્થિક વિકાસ દરના કારણે સોના પ્રતિ આકર્ષણ બનેલું રહેશે."

ભારતના વિદેશી રોકાણ ભંડારમાં ગોલ્ડ વધ્યું

ભારતના વિદેશી રોકાણ ભંડારમાં ગોલ્ડ વધ્યું

26 એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતનું મૂડીરોકાણ 4.368 અબજ ડોલર વધીને 418.515 અબજ ડોલર થઇ ગયું. વિદેશી મૂડી ભંડારમાં ગોલ્ડ રિઝર્વ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોટક સિક્યોરિટીઝના રોકાણ અને વ્યાજ દરના કેસના ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ અનિદ્ય બેનર્જીના જણાવ્યા મુજબ આરબીઆઇ તેના અનામતના 5-6 ટકા ગોલ્ડ રિઝર્વ બનાવી રાખે છે અને કેન્દ્રીય બેન્કના સોનાના ભંડારમાં વધારો થયો છે. એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ કોમોડિટી વિશ્લેષક તપન પટેલે જણાવ્યું હતું કે સોનાના ભંડારમાં વધારાને કારણે વિદેશી મૂડી પ્રવાહમાં વધારો થવાને લીધે ડોલરની કિંમતમાં ઘટાડો કરીને દેશના રોકાણની અસ્થિરતાને ઘટાડવા પગલાં લેવામાં આવશે. તેઓએ જણાવ્યું હતું કે, "વ્યાપારની લડાઈને લીધે, વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાને કારણે, અમેરિકી કેન્દ્રીય બેન્ક ફેડના નરમ થવા અને વ્યાજના દરમાં ઘટાડાને કારણે, આરબીઆઈ સોનાની ખરીદીમાં વધારો કરી શકે છે."

English summary
RBI may raise gold in its foreign exchange reserves India can increase gold reserves
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X