rbi new notes : RBI 10 અને 500 રૂપિયાની નવી ચલણી નોટો જારી કરશે, જાણો જૂની નોટોનું શું થશે?
rbi new notes : ભારતમાં નાણા વ્યવસ્થાપન માટે જવાબદાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈએ જાહેરાત કરી છે કે very 10 અને 500 ની નવી નોટો મહાત્મા ગાંધી નવી શ્રેણી હેઠળ જારી કરવામાં આવશે.
આ નવી નોટો પર હાલના આરબીઆઈ ગવર્નર શ્રી સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે. આ નવી નોટોની ડિઝાઇન અગાઉની મહાત્મા ગાંધી નવી શ્રેણીની હશે.

આ સાથે આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે, અગાઉ જારી થયેલી ₹10 ની તમામ નોટો માન્ય રહેશે. મહાત્મા ગાંધી નવી શ્રેણી હેઠળ અગાઉથી જારી કરાયેલી 500 ની નોટો પણ ચલણમાં યથાવત રહેશે.
નાગરિકો માટે જૂની નોટો બદલવાની કોઈ જરૂર નથી. બંને નોટો જૂની અને નવી ચલણમાં એકસાથે માન્ય રહેશે. ગયા મહિને પણ આરબીઆઈએ એવી જ રીતે 100 અને 200 ની નવી નોટો રજુ કરવાનો નિર્ણય કર્યો હતો.
આ નોટોની જાહેરાતની સાથે સાથે એક મહત્વપૂર્ણ આર્થિક ઘટના પણ દરવાજા પર છે. આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક 7 એપ્રિલ 2025થી શરૂ થશે. આ બેઠકમાં નાણાકીય વર્ષ 2025-26 માટેની પહેલી નીતિ ઘોષિત થશે.
આ બેઠકમાં સૌથી મોટી અપેક્ષા છે કે આરબીઆઈ ફરી એકવાર રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. હાલ રેપો રેટ 6.25% છે, અને જો 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો થાય તો તે 6% પર આવી જશે.
ગવર્નર મલ્હોત્રાની પહેલા MPC બેઠકમાં પણ તેમણે રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો હતો. જો આ વખતે આવું થાય તો સતત બીજી વખત રેપો રેટ ઘટાડવામાં આવશે.
રેપો રેટનો સીધો સંબંધ લોનના વ્યાજ દરો સાથે છે. જ્યારે આરબીઆઈ રેપો રેટ ઘટાડે છે ત્યારે બેન્કો પણ તેમના લોનના દરો ઘટાડે છે, જેના કારણે ઉદ્યોગો અને ગ્રાહકોને સરળતાથી લોન મળે છે.












Click it and Unblock the Notifications
