શા માટે બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટ તમને પૈસાદાર બનાવી શકતી નથી?

બેંકો દ્વારા ફિક્સ ડિપોઝિટ ડિપોઝિટ પર પાકતી મુદ્દતે નિશ્ચિત કરેલા દરે વ્યાજ દર મળે છે. કેટલીક બેંકો એકથી બે વર્ષની મુદ્દત માટે જ ટકાથી વધારે વ્યાજ આપે છે. જો આપ ફિક્સ ડિપોઝિટમાં નાણા મુંકો તો આપને ઊંચું વળતર મળે છે. કારણે કે તેમાં દર ત્રણ મહિને વ્યાજની ગણતરી કરવામાં આવે છે.

જો કે પાકતી મુદ્દતે આપને જે રકમ હાથમાં મળે છે તે તમારી ધારણા જેટલી વધારે હોતી નથી. તેનું કારણ ફુગાવો અને ટેક્સ છે. આ બે બાબતો પાકતી મુદ્દતે આપના વળતરને ઘટાડે છે. અહીં આપણે એ જાણીશું કે આ બાબતો આપના વળતર પર કેવી રીતે અસર કરે છે.

interest-rates-4

વ્યાજ દર કરતા ફુગાવાનો દર વધારે
ભારતમાં છેલ્લા બે વર્ષમાં ફુગાવાનો સરેરાશ દર 9.76 ટકા રહ્યો છે. જ્યારે આપની ફિક્સ ડિપોઝિટનો દર તેના કરતા નીચો હોય છે. આ સ્થિતિને 'રીયલ રેટ ઓફ રિટર્ન' કહેવામાં આવે છે. આ બાબતને સમજવા માટે એક ઉદાહરણ જાણીએ. આ સ્થિતિમાં એક વર્ષ બાદ નાણાનું મૂલ્ય પહેલાં જેટલું રહેતું નથી. દાખલા તરીકે આજના 10 ટકાના ફુગાવા સાથેના 100 રૂપિયાનું મૂલ્ય આવતા વર્ષે માત્ર 90 રૂપિયા હશે.

આથી જો ફુગાવાનો દર 9.76 ટકા હોય અને બેંક આપને 9 ટકા વ્યાજ આપતી હોય તો આપને મળતું વળતર નકારાત્મક છે તેમ કહી શકાય. નિશ્ચિત રીતે કહી ના શકાય પરંતુ ફિક્સ ડિપોઝિટમાં નાણા મૂકતાં નાણાનું ધોવાણ થાય છે. તમે 0.76 ટકા જેટલું મૂલ્ય ગુમાવો છો. અને પાકતી મુદતે આપને ઓછું વળતર મળે છે. આ કારણે ફુગાવો કાપતા આપને નકારાત્મક વળતર મળે છે. આ વળતપ પર કર કપાત થાય છે. જેનાથી તેનું પ્રમાણ વધારે ઓછું થાય છે.

આ કારણે ભારતમાં આપને ફિક્સ ડિપોઝિટ પૈસાદાર બનાવી શકતી નથી. જો ફુગાવાનો દર અમેરિકાની જેમ 2 ટકાની અંદર હોય તો આપ ફિક્સ ડિપોઝિટ કરીને પૈસાદાર બની શકો છો. વળી ફુગાવો ઓછો થશે ત્યારે આરબીઆઇ વ્યાજનો દર પણ ઘટાડીને 2 ટકા કરી દેશો જેના કારણે આપ પૈસાદાર બની શકશો નહીં.

આવી સ્થિતિમાં લોકો રિયલ એસ્ટોટ, સોનામાં કે શેરમાં રોકાણ કરીને વધારે વળતર મેળવે તેમાં કોઇ નવાઇ નથી. અહીં ફિક્સ ડિપોઝિટમાં રોકાણના અન્ય અપ્રત્યક્ષ નુકસાન આપ્યા છે.

વ્યાજદર પર ટેક્સ લાગુ થશે
ફિક્સ ડિપોઝિટમાંથી થતી આવક પર ટીડીએસ કપાય છે. આપની આવક જેટલી વધારે તેટલું વળતર ઘટશે. કારણ કે વધારે આવક પર આવે વધારે ટેક્સ ચૂકવવો પડશે.

વહેલી મેચ્યોરિટી પર પેન્લ્ટી
કેટલાક કિસ્સાઓમાં આપ મુદ્દત કરતા વહેલો ઉપાડ કરો તો આપે પેનલ્ટી ચૂકવવી પડે છે. મોટા ભાગની બેંક વહેલા ઉપાડ પર 1 ટકાની પેનલ્ટી વસૂલ કરતી હોય છે. જો કે કેટલીક બેંકો એવી પણ હોય છે જે પેનલ્ટી વસૂલ કરતી નથી.

તારણ :
આ ઉપરથી એક બાબત સમજવા જેવી છે કે આપ આપના પરિવારને મદદ માટે થોડું રોકણ ફિક્સ ડિપોઝિટમાં કરો તે વ્યાજબી છે. જો કે તમારું બધું રોકાણ ફિક્સ ડિપોઝિટમાં કરવું તે યોગ્ય વિકલ્પ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X