Reliance AGM: મુકેશ અંબાણીએ કર્યા ઘણા મોટા એલાન, બોનસ શેર, Jio AI ક્લાઉડ વેલકમ ઑફરની પણ કરી ઘોષણા
RIL Annual General Meeting Mukesh Ambani: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL) એ આજે ગુરુવારે (29 ઓગસ્ટ) 47મી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં અનેક જાહેરાતો કરી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ Jio Brain અને Jio AI ક્લાઉડ વેલકમ ઓફરની જાહેરાત કરી છે.
કંપનીના 35 લાખ શેરધારકોને સંબોધતા મુકેશ અંબાણીએ કહ્યું કે કંપની તેમને પોતાની કરોડરજ્જુ માને છે, તેથી શેરધારકોને એક બોનસ શેર આપવામાં આવશે. એટલે કે હવે રિલાયન્સના એક શેર માટે 1 શેર આપવામાં આવશે. આ સાથે મુકેશ અંબાણીએ Jioની ઘણી સિદ્ધિઓ અને આવક વિશે પણ માહિતી આપી છે.

મુકેશ અંબાણીએ કઈ મહત્વની જાહેરાત
મુકેશ અંબાણીએ Jio AI ક્લાઉડ વેલકમ ઓફરની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ કહ્યું છે કે આ ઓફર આ વર્ષે દિવાળીથી શરૂ થશે. આ ઓફર હેઠળ Jio યુઝર્સને 100 GB સુધી ફ્રી ક્લાઉડ સ્ટોરેજ આપવામાં આવશે.
મુકેશ અંબાણીએ Jio Brain લૉન્ચ કરવાની પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે Jioમાં AI અપનાવવાને વધુ બહેતર બનાવવા માટે, Jio ટૂલ્સ અને પ્લેટફોર્મનો એક વ્યાપક સ્યુટ વિકસાવી રહ્યું છે જે સમગ્ર AI જીવનચક્રને આવરી લે છે. જેને આપણે Jio બ્રેઈન કહીએ છીએ.
મુકેશ અંબાણીએ કહ્યું છે કે નોકરીઓ માટે નવું પ્રોત્સાહન આધારિત જોડાણ મોડલ અપનાવવામાં આવી રહ્યું છે. હવે રિલાયન્સ નવા પ્રોત્સાહન આધારિત જોડાણ મોડલ પર કામ કરી રહી છે.
મુકેશ અંબાણીએ કહ્યું છે કે RIL 5 સપ્ટેમ્બરે 1:1 રેશિયોમાં બોનસ ઈશ્યૂ આપવાનું વિચારશે. મુકેશ અંબાણીએ કહ્યું કે મજબૂત નાણાકીય કામગીરીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુકેશ અંબાણીએ નોકરીમાં કાપના સમાચારને પણ ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2023-24માં અમારી કંપનીમાં લાખો નોકરીઓ ઉમેરવામાં આવી છે. અમે ગયા વર્ષે કુલ 1.7 લાખ નવી નોકરીઓ ઊભી કરી છે. આ સાથે અમારી કંપનીમાં કર્મચારીઓની કુલ સંખ્યા વધીને 6.5 લાખથી વધુ થઈ ગઈ છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આજની તારીખમાં રિલાયન્સ ગ્રુપ દેશમાં સૌથી વધુ રોજગાર આપનારું છે.












Click it and Unblock the Notifications
