Reliance Industries બનશે પેરામાઉન્ટ ગ્લોબલમાં ભાગીદાર, કરશે 4300 કરોડની ડીલ

Reliance Industries: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સતત નવા નવા કરારો કરી રહી છે. હવે મુકેશ અંબાણીની કંપની Viacom 18 મીડિયામાં પેરામાઉન્ટ ગ્લોબલની 13 ટકાથી વધુ ભાગીદારી ખરીદવા જઇ રહી છે. પેરામાઉન્ટ ગ્લોબલ દ્વારા અમેરિકામાં બજાર નિયામકને આ ડિલની જાણકારી આપવામાં આવી છે.

એક નિયમનકારી ફાઇલિંગમાં, કંપનીએ જણાવ્યું હતું કે, મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ Viacom18 મીડિયામાં તેનો હિસ્સો ખરીદવા માટે સંમત થઈ છે. આ સોદો પેરામાઉન્ટ ગ્લોબલના 13.01 ટકા હિસ્સા માટે છે. જેની કિંમત 517 મિલિયન ડોલર એટલે કે, લગભગ 4,300 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

Reliance Industries

રિલાયન્સનો મોટો હિસ્સો છે - વાયાકોમ 18 મીડિયા એ એક સંયુક્ત સાહસ છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને પેરામાઉન્ટ ગ્લોબલ બહુમતી હિસ્સો ધરાવે છે. આ નેટવર્કમાં 40 થી વધુ ટીવી ચેનલો છે. તેમાં કોમેડી સેન્ટ્રલ, એમટીવી જેવી ઘણી ન્યૂઝ ચેનલોનો પણ સમાવેશ થાય છે. રિલાયન્સ પાસે પહેલાથી જ Viacom 18 મીડિયામાં બહુમતી હિસ્સો છે. નવી ડીલ સાથે, Viacom 18 મીડિયા પર RILની પકડ વધુ મજબૂત બનશે.

કરાર ક્યારે પૂરો થશે? - અંબાણીની કંપની રિલાયન્સે હાલમાં જ એક મોટી ડીલ વિશે માહિતી આપી છે. મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ સેક્ટરમાં મોટી ડીલ અંગે કંપનીએ જણાવ્યું હતું કે, ડિઝની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ટીવી અને મીડિયા બિઝનેસ સાથે મર્જ કરવા જઈ રહી છે. આ પછી, Viacom18 માં પેરામાઉન્ટ ગ્લોબલનો હિસ્સો ખરીદવાનો સોદો પૂર્ણ થઈ શકે છે.

શું કરાર થશે? - રોઇટર્સના અહેવાલ મુજબ, પેરામાઉન્ટ ગ્લોબલનો હિસ્સો રિલાયન્સ પાસે આવ્યા પછી પણ, વાયાકોમ 18 મીડિયા સાથે પેરામાઉન્ટના કન્ટેન્ટ લાઇસન્સિંગ કરારને જાળવી રાખશે. હાલમાં પેરામાઉન્ટ ગ્લોબલની સામગ્રી રિલાયન્સના જિયો સિનેમા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

અત્યાર સુધી આ ડીલ અંગે બંને તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. હવે જોવાનું એ રહે છે કે બંને કંપનીઓ આ ડીલનો ખુલાસો ક્યારે કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X