#RILAGM2017: મુકેશ અંબાણીએ લોન્ચ કર્યો "જીયો ફોન"
રિલાયન્સ જીયોએ લોન્ચ કર્યો જીયો ફોન. જાણો શું છે આ ફોનની ખાસિયત. રિલાયન્સની વાર્ષિક મીટીંગમાં લોન્ચ કરવામાં આવ્યો આ ફોન અને અનેક નવી સ્ક્રીમ, વિગતવાર જાણો અહીં.
શુક્રવારે રિલાયન્સ જીયોની વાર્ષિક જનરલ મીટિંગ યોજવામાં આવી છે. મોબાઇલ ડેટાના ઉપયોમાં ભારતમાં જીયો નંબર 1 બની ચૂક્યો છે. ત્યારે આ મીટિંગમાં મુકેશ અંબાણીએ તેના જીયો ગ્રાહકો માટે અનેક સ્ક્રીમ લોન્ચ કરી છે. સાથે જ મુકેશ અંબાણીએ ભારતનો ઇન્ટેલિજન્ટ સ્માર્ટ ફોન જીયો ફોનને પણ આ મીટિંગમાં લોન્ચ કર્યો છે. આ મીટિંગમાં મીડિયાને મુકેશ અંબાણીએ જણાવ્યું કે કંપનીએ તેના 10 કરોડ ગ્રાહકોના ટાર્ગેટને મેળવી લીધો છે. અને હવે આજની તારીખમાં જીયો પાસે 12.5 કરોડ યૂઝર્સ છે. વધુમાં અંબાણીએ કહ્યું કે જલ્દી જ રિલાયન્સ જીયો દેશની 99 ટકા જેટલી વસ્તી સુધી પહોંચી જશે. તેમણે કહ્યું કે જ્યાં 2જી નેટવર્કને મોટું કરવામાં 25 વર્ષ લાગી ગયા ત્યાં જ 3 વર્ષની અંદર જીયોએ સૌથી મોટું 4જી નેટવર્ક બનાવી લીધુ છે.

શું છે આ ફોનની ખાસયિત?
મુકેશ અંબાણી દ્વારા આજની મીટિંગમાં લોન્ચ કરવામાં આવેલા જીયો ફોનમાં અનેક ખાસયિતો છે. આ ફોનમાં ભારતની 22 ભાષાઓ છે. આ ફોનથી તમે વોઇઝ કોલ પણ કરી શકો છો. સાથે જ અવાજનો કમાન્ડ આપવાથી તમે મેસેજ મોકલી પણ શકો છો. જેનો ડેમો પણ આ મીટિંગ દરમિયાન દેખાડવામાં આવ્યો. સાથે જ તેમાં જીયો મ્યૂઝિક, જીયો સિનેમા, જીયો ટીવી ઇન્સટોલ કરવામાં આવ્વયા છે. તમે વોઇઝ કમાન્ડથી ગીત પર સર્ચ કરી શકો છો.












Click it and Unblock the Notifications
