For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની

બિઝનેસ શરૂ થયાના ત્રણ વર્ષમાં રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર (સર્વિસ પ્રોવાઇડર) બની ગઈ છે.

|
Google Oneindia Gujarati News

બિઝનેસ શરૂ થયાના ત્રણ વર્ષમાં રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર (સર્વિસ પ્રોવાઇડર) બની ગઈ છે. રિલાયન્સ જિઓએ 33.13 કરોડ ગ્રાહકો સાથે વોડાફોન આઇડિયાને પાછળ કરી દીધી છે. વોડાફોન આઈડિયાના ગ્રાહકોની સંખ્યા ઘટીને 32 કરોડ થઈ ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગયા મહિને જારી કરાયેલા આંકડા મુજબ, જૂન 2019 માં રિલાયન્સ જિયોમાં ગ્રાહકોની સંખ્યા 33.13 કરોડ છે.

આ પણ વાંચો: આ વ્યક્તિનો પગાર મુકેશ અંબાણી કરતા 8 ગણો વધારે છે

33.13 કરોડ ગ્રાહકો સાથે વોડાફોન આઇડિયાને પાછળ કરી

33.13 કરોડ ગ્રાહકો સાથે વોડાફોન આઇડિયાને પાછળ કરી

ટ્રાઇએ જારી કરેલા ડેટા અનુસાર રિલાયન્સ જિયો ભારતી એરટેલને પાછળ છોડી દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે. જીયોના મે મહિનામાં 32.29 કરોડ ગ્રાહકો અને 27.80 ટકા બજાર હિસ્સો હતો, જ્યારે એરટેલના ગ્રાહકોની સંખ્યા 32.038 કરોડ અને બજારનો હિસ્સો 27.6 ટકા હતો.

રિલાયન્સ જિયો નંબર વન ટેલિકોમ કંપની બની

રિલાયન્સ જિયો નંબર વન ટેલિકોમ કંપની બની

વોડાફોન આઈડિયા વિશે વાત કરતાં શુક્રવારે જાણ કરવામાં આવી હતી કે 2019-20 ના પહેલા ક્વાર્ટરમાંમાં તેમના ગ્રાહકોની સંખ્યા ઘટીને 32 કરોડ થઇ ગઈ છે જે માર્ચ ક્વાર્ટરમાં 33.41કરોડ હતી. વોડાફોન આઈડિયાએ જણાવ્યું હતું કે છેલ્લા ક્વાર્ટરમાં 'સર્વિસ વેલિડિટી વૉચર્સ' રજૂ થવાને લીધે, ગ્રાહકોની સંખ્યા ઘટીને 32 કરોડ થઈ ગઈ છે, જે નાણાકીય વર્ષ 2018-19ના ચોથા ક્વાર્ટરમાં 33.41 કરોડ હતી. ખરેખર, વોડાફોન આઈડિયાના મર્જર પછી 40 કરોડ ગ્રાહકો સાથે વોડાફોન આઈડિયા સૌથી મોટી સર્વિસ પ્રોવાઇડર કંપની બની હતી.

વોડાફોન આઈડિયાના ગ્રાહકોની સતત ઘટી રહી છે સંખ્યા

વોડાફોન આઈડિયાના ગ્રાહકોની સતત ઘટી રહી છે સંખ્યા

જો કે, મર્જર થયું હોવા છતાં, મોટી સંખ્યામાં ગ્રાહકોએ વોડા-આઈડિયાનો સાથ છોડ્યો છે. બીજી તરફ, રિલાયન્સ જિયોની વાત કરીએ તો વર્ષ 2016 માં કમર્શિયલ શરૂઆત પછી, કંપનીએ સસ્તા ટેરિફ પ્લાન અને મફત સેવા દ્વારા અન્ય કંપનીઓ સામે મોટો પડકાર ઉભો કર્યો છે. જિયોએ કોલિંગ માટે વધુ પૈસા ખર્ચ કરનારા ગ્રાહકોને ડેટા તરફ આકર્ષ્યા અને સસ્તા દરે વધુ ડેટા આપવાનું શરૂ કર્યું.

English summary
Reliance Jio becomes the largest telecom company in the country
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X