દિવાળી પર લોન્ચ થશે જીયો ફાયબર? 500 રૂપિયામાં 100 GB ડેટા

Posted By:
Subscribe to Oneindia News

રિલાયન્સ જીયો અને જીયો ફોનના ધમકા પછી હવે આ દિવાળી મુકેશ અંબાણી એક વધુ મોટો ધમાકો કરવાના છે. આ વાતનો ખુલાસો તેમની દિકરી ઇશા અંબાણીએ કર્યો. ઇશા અંબાણીએ નામથી બનેલે એક ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં આ અંગે જણાવવામાં આવ્યું છે. જો કે તે વાતની ચર્ચા તો લાંબા સમયથી ચાલતી હતી કે જીયો હવે જીયો ફાયબર લાવશે જેના દ્વારા તે ખુબ જ સસ્તા દરે તેના ગ્રાહકોને ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવશે.

jio fiber

લોન્ચ થશે ફાયબર

ટ્વિટમાં જે મુજબ જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે દિવાળીમાં રિલાયન્સ જીયોની તરફથી જીયો ફાયબર લોન્ચ કરવામાં આવશે. જે રીતે જીયો ફોન અને રિલાયન્સ જીયોના લોન્ચ થયા પછી અન્ય કંપનીઓ પણ સસ્તી ઓફર આપવા લાગી હતી અને તેમના પણ પ્રાઇઝ વોર છેડાઇ ગયું હતું તે જ રીતે ફાઇબરના લોન્ચ પછી પણ કંપનીઓ વચ્ચે ફરી એક વાર પ્રાઇઝ વોર છવાઇ જશે તે વાત તો નિશ્ચિત છે.

isha ambani

શું છે કિંમત?

ઇશા અંબાણીના ટ્વિટનો જો અધિકૃત માનીએ તો જીયો ફાયબર માટે તમારે 500 રૂપિયા પ્રતિમાહ આપવા પડશે. જેમાં તમને 100 જીબી ડેટા મળશે. આમ જોવા જઇએ તો ખાલી 5 રૂપિયામાં તમને 1 જીબી હાઇ સ્પીડ બ્રોડબેન્ડ ડેટા મળશે. જીયો ફાયબર હેઠળ તમને 1 જીબીપીએસ સુધીની સ્પીડ મળશે. અને કદાચ આ જ કારણ છે કે લોકો જીયો ફાયબરની લાંબા સમયથી કાગ ડોળે રાહ જોઇ રહ્યા છે.

jio fiber

19 ઓક્ટોબરે મળશે ગીફ્ટ

આ વર્ષે દિવાળી 19 ઓક્ટોબરના રોજ થવાની છે. ત્યારે જો જીયો ફાયબરના લોન્ચ પર હજી તો કંપનીએ કોઇ અધિકૃત જાહેરાત નથી કરી પણ જો ટ્વિટનું માનીએ તો 19 ઓક્ટોબર પછી તમે ફાઇબરની સેવાઓનો લાભ મેળવી શકશો. જો કે જે એકાઉન્ટથી ટ્વિટ કરવામાં આવ્યું છે તે વેરિફાઇડ નથી પણ તેમ છતાં માનવામાં આવી રહ્યું છે કે જે ફાઇબર પ્લાન આવી રહ્યો છે તેમાં સસ્તા દરે વધુ ઇન્ટરનેટ ડેટા મળશે.

English summary
Reliance jio fiber will launch on Diwali this year.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.