રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ SteP : રોકાણકારો માટે કેમ સ્માર્ટ પસંદગી બની શકે?
આપણે જ્યારે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની વાત આવે ત્યારે હવેથી કોઇની પણ ચર્ચાઓ કે વાતો કાને નહીં ધરીએ એવું કહેતા હોઇએ છીએ. પરંતુ રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ સ્ટેપ એવા ફંડ છે કે જેના વિશે આપે સાંભળવું જોઇએ. આ ફંડની ખાસિયતો શું છે તે વિશે આપણે ચૂંકમાં જાણીએ. આપ સ્ટોક્સમાં રૂપિયા કેવી રીતે કમાવ છો? શેર માર્કેટમાં પૈસા કમાવવાનો એક સામાન્ય નિયમ છે કે ઓછા ભાવે ખરીદો અને નીચા ઊંચા ભાવે વેચો.
રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ સ્ટેપ પણ આવી જ રીતે કામ કરે છે.

જાણો રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ સ્ટેપ કેવી રીતે કામ કરે છે?
આપે આ માટે સૌપ્રથમ એક અંદાજિત રકમ રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ જેમ કે લિક્વિડ કે અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડ્સ વગેરેમાં રોકવા પડે છે. ત્યાર બાદ કેટલીક ચોક્કસ રકમ પદ્ધતિસર રીતે અન્ય પસંદ કરેલી સ્કીમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ પસંદગી માર્કેટની સ્થિતિને આધારે કરવામાં આવે છે.
જ્યારે માર્કેટ તૂટી રહ્યું હોય ત્યારે ઊંચી રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. જ્યારે માર્કેટ તેજીમાં હોય ત્યારે નાની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. આમ કરવાનો હેતુ એ જ છે કે માર્કેટની સ્થિતિને આધારે રોકાણકાર માટે મહત્તમ વળતર ઉભું કરવામાં આવે.
રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડના કયા વિવિધ ફંડ સ્ટેપ માટે માન્ય છે?
આ માટે રિલાયન્સ લિક્વિડિટી ફંડ, રિલાયન્સ લિક્વિડ ફંડ ટ્રેઝરી પ્લાન, રિલાયન્સ લિક્વિડ ફંડ કેશ પ્લાન, રિલાયન્સ મની મેનેજર ફંડ વગેરેનો સમાવેશ થાય છે. આ યાદી ઘણી લાંબી છે અને રોકાણકાર કંપનીની વેબસાઇટ પર જઇને વધારે માહિતી મેળવી શકે છે.
રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ શા માટે બીજાથી અલગ છે?
રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડના કેટલાક ફીચર્સ અન્યો કરતા અલગ છે. રિલાયન્સમાં સ્ટેપ ઉપરાંત એસઆઇપી ઇન્શ્યોર પણ છે. એસઆઇપી ઇન્શ્યોર અંતર્ગત કંપની આપને ફ્રી લાઇફ ઇન્શ્યોરન્સ કવર આપે છે. આ માટે આપે સંબંધિત એસઆઇપીમાં રોકાણ કરવાનું રહે છે. રિલાયન્સના અનેક પ્લાન્સ જેમ કે રિલાયન્સ ગ્રોથ ફંડ, રિલાયન્સ વિઝન ફંડ, રિલાયન્સ ઇક્વિટી ઓપોર્ચ્યુનિટી ફંડ વગેરે એસઆઇપી ઓફર કરે છે.
રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડનું દૈનિક NAV આપને કાયમમી ધોરણે પરફોર્મન્સ ચેક કરવાની સુવિધા આપે છે. આ માટે ખાસ લોગિન અને ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
