રિલાયન્સ પાવરને સોલર પ્રોજક્ટ માટે કાર્બન ક્રેડિટ મળી

આ અંગે વિગત આપતા કંપનીએ જણાવ્યું કે "રાજસ્થાન સન ટેકનિક એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા આ વિશ્વની સૌથી મોટી સૌર ઉર્જા કેન્દ્રિત પરિયોજના છે. જે સ્વચ્છ વિકાસ પ્રણાલી કાર્યકારી બોર્ડમાં રજિસ્ટર્ડ થઇ છે."
સીડીએમ રજિસ્ટ્રેશન અંતર્ગત યોજનાને માનક ઉત્સર્જન કાપ (સીઇઆર)ને ઇન્ટરનેશનલ સ્તરે પ્રાપ્ત કરવાની મંજૂરી હશે. આ મંજૂરીથી રિલાયન્સ પાવરને સીધી આવક પ્રાપ્ત થશે. રિલાયન્સને આ પહેલા જ તેના સુપર ક્રિટિકલ ટેકનોલોજી આધારિત વીજળી પરિયોજના માટે સીડીએમ રજિસ્ટ્રેશન મળી ચૂક્યું છે.
આ સમાચાર આવ્યા બાદ માર્કેટમાં રિલાયન્સ પાવરના શેરની કિંમતોમાં 7 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ સાથે તેના શેર 76.50 રૂપિયાના ભાવે ટ્રેડ થઇ રહ્યા હતા.












Click it and Unblock the Notifications
