Petrol Diesel Price: આજે પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને રાહતના સમાચાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં રોજબરોજ ફેરફાર થતા જોવા મળે છે. ક્યારેક ભાવમાં ઘટાડો જોવા મળે છે તો ક્યારેક વધારો. જો કે આ વધારો ઘટાડો સામાન્ય હોય છે. ત્યારે આજે સવારે દેશમાં પેટ્રોલ-ડીઝલના નવા દર જાહેર કરવામાં આવ્યા હતા જેમાં કેટલાક શહેરોમાં થોડી રાહત મળી હતી. જ્યારે કેટલાક સ્થળોએ ભાવમાં વધુ વધારો થયો હતો. ભારતમાં પેટ્રોલ-ડીઝલ રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. રોજિંદા જીવનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ દરેક વ્યક્તિના જીવનમાં સીધી અસર કરે છે. ત્યારે આવો જાણીએ, 29 જુલાઇએ શું છે પેટ્રોલ ડીઝલનો લેટેસ્ટ કિંમત તે જાણીએ.

ગુજરાતના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ-ડીઝલની કિંમત ?
- અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 94.49 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.17 રૂપિયા પ્રતિ લિટર છે.
- વડોદરામાં પેટ્રોલનો ભાવ 94.23 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.90 રૂપિયા પ્રતિ લિટર છે.
- સુરતમાં પેટ્રોલનો ભાવ 94.32 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.01 રૂપિયા પ્રતિ લિટર છે.
- ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 96.19 રૂપિયા અને ડીઝલનો ભાવ 91.86 રૂપિયા પ્રતિ લિટર છે.
- રાજકોટમાં પેટ્રોલનો ભાવ 94.27 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.96 રૂપિયા પ્રતિ લિટર છે.
- જામનગરમાં પેટ્રોલનો ભાવ 94.39 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.06 રૂપિયા પ્રતિ લિટર છે.
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ-ડીઝલના ભાવ ?
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
કયા કારણોસર પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાય ?
Petrol Diesel Price: ભારત તેની મોટાભાગની જરૂરિયાતનું ક્રૂડ ઓઇલ વિદેશોમાંથી ખરીદે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત વધે છે ત્યારે સ્થાનિક ભાવ પણ વધે છે.જો ડોલર સામે રૂપિયો નબળો પડે છે તો તેલ ખરીદવું મોંઘુ થઈ જાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પેટ્રોલ-ડીઝલ પર ભારે કર લાદે છે. વિવિધ રાજ્યોની કર નીતિઓને કારણે દરો પણ બદલાય છે. ક્રૂડ ઓઇલ રિફાઇનિંગનો ખર્ચ પણ ભાવને અસર કરે છે.












Click it and Unblock the Notifications
