For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનિલ અંબાણી ગ્રુપની વિજ કંપનીઓને રાહત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી: અનિલ અંબાણી ગ્રુપની વિજ વિતરણ કંપની (ડિસ્કૉમ)ને રાહત આપતાં વિજળી ક્ષેત્રના ટોચના પંચે દિલ્હી રાજ્ય વિજ નિયામક 'ડીઇઆરસી'ને કંપનીઓના લાયસન્સ રદ કરવાના મુદ્દે તેની પરવાનગી વિના અંતિમ નિર્ણય ન લેવાનો નિર્દેશ કર્યો છે. જો કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવલે વિદ્યુત આપૂર્તિમાં અસર વર્તાતી હોવાથી આ કંપનીઓના લાયસન્સ રદ કરવાની ભલામણ કરી છે.

વિજળી પર અપીલ સંબંધિત ટ્રીબ્યુનલે આ આદેશ બીએસઇએસ વિદ્યુત વિતરણ કંપનીઓ (ડિસ્કૉમ) દ્વારા દાખલ કરવામાં આવેલી કામચલાઉ પિટિશન પર આપવામાં આવ્યો હતો. આ મુદ્દે ન્યાયધિકરણને હસ્તક્ષેપની અપીલ કરી હતી. આ આદેશ દિલ્હી વિદ્યુત નિયામક આયોગ (ડીઇઆરસી) સમક્ષ આ કંપનીઓની સુનાવણીના એક દિવસ પહેલાં આવ્યો છે.

સાર્વજનિક વિસ્તારની વિજળી ઉત્પાદક કંપની એનટીપીસી ગત અઠવાડિયે બીએસઇએસ ડિસ્કોમને નોટીસ જાહેર કરી કહ્યું હતું કે જો તેમને બાકી રકમની ચૂકવણી 10 ફેબ્રુઆરી સુધી ન કરી તો તેને વિજળીની આપૂર્તિ અટકાવી દેવામાં આવશે.

તેને ધ્યાનમાં રાખતાં દિલ્હી સરકારે સોમવારે ભલામણ કરી હતી કે જો આ કંપનીઓ બાકી રકમ ચૂકવવામાં નિષ્ફળ રહે છે તો તેમનું લાયસન્સ રદ કરી દેવામાં આવશે. દિલ્હી સરકારની ભલામણો બાદ ડીઇઆરસીએ બીએસઇએસ રાજધાની પાવર લિ. અને બીએસઇએસ યમુના પાવર લિ. નોટીસ રજૂ કરવામાં આવેલા મુદ્દે આવતીકાલે સુનાવણી દરમિયાન પોતાનો પક્ષ રાખવા માટે કહ્યું હતું.

anil-ambani

ઝારખંડ હાઈ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયધીશ ન્યાયમૂર્તિ એમ કરપગા વિનયગમની અધ્યક્ષતાવાળા ન્યાયાધિકરણે કહ્યું હતું કે બંને કંપનીઓ આવતીકાલે ડીઇઆરસી સમક્ષ રજૂ થઇને દિલ્હી સરકારના આ અંગેના પત્ર પર પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. આયોગ સંબંધિત પક્ષોને સાંભળ્યા બાદ આ મુદ્દે આગળ વધશે.

જો કે પંચે નિર્દેશ કર્યો છે કે તે ઉપરોક્ત કેસમાં તે કામચલાઉ અપીલો પેન્ડિંગ રહે ત્યાં સુધી ન્યાયાધિકરણની પરવાનગી વિના કોઇ આદેશ જાહેર કરશે નહી. વિજ કાનૂન 2003ની જોગવાઇ હેઠળ વિજળી પર અપીલીય ન્યાયધિકરણને દેશભરમાં વિજ સંબંધિત વિવાદોને સાંભળવાનો અધિકાર છે. દિલ્હી સરકારે સોમવારે દિલ્હી વિદ્યુત નિયામક પંચને ભલામણ કરી હતી જો બીએસઇએસની આ કંપનીઓ એનટીપીસી બાકી રકમને ચૂકવવામાં નિષ્ફળ રહે છે તો તેમનું લાયસન્સ રદ કરવામાં આવશે.

બીએસઇએસ રાજધાની પાવર લિ. અને બીએસઇએસ યમુના પાવર લિ. આ કંપનીઓ દિલ્હીમાં 70 ટકા વિસ્તારોમાં વિજળી પુરી પાડે છે. તો બીજી તરફ દિલ્હી સરકારે કહ્યું હતું કે તે ખરાબ સ્થિતીને કાબૂમાં કરવા માટે વિજ કંપનીઓનું કામ પોતાના હાથમાં લેવા માટે તૈયાર છે.

English summary
In a relief to Anil Ambani Group discoms, the apex electricity tribunal today directed Delhi's power regulator DERC not to take a final decision on revoking their licenses without its permission despite a recommendation by Delhi Chief Minister Arvind Kejriwal in this regard.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X