For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBI એ રેપો રેટમાં કર્યો 0.25% નો વધારો, લોન થશે મોંઘી

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) ની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) બુધવારે મૌદ્રિક નીતિની સમીક્ષા કરી. આ બેઠકમાં નવા રેપો રેટનું એલાન કરવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) ની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) બુધવારે મૌદ્રિક નીતિની સમીક્ષા કરી. આ બેઠકમાં નવા રેપો રેટનું એલાન કરવામાં આવ્યુ છે. આરબીઆઈના રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે જે હવે રેપો રેટ છેલ્લા બે વર્ષના ઉચ્ચતમ સ્તર 6.50 ટકા સુધી પહોંચી ગયુ છે. રેપો રેટ વધવાથી હોમ લોન અને ઓટો લોનની ઈએમઆઈ વધી શકે છે. બેઠકમાં રિવર્સ રેપો રેટ વધારીને 6.25 ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલીટી રેટ તેમજ બેંક રેટને 6.75 ટકા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

rbi

મે ના ચાર મહિનાના ઉપલા સ્તર 4.87 ટકા સુધી પહોંચ્યા બાદ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ ઓગસ્ટમાં પોતાની મૌદ્રિક નીતિ સમીક્ષામાં રેપો રેટ વધાર્યો છે. ગઈ સમીક્ષા બેઠકમાં પણ રેપો રેટ 0.25 ટકા વધારવામાં આવ્યો હતો. સાડા ચાર વર્ષ બાદ આ દરમાં વધારો કરવામાં આવ્યો છે. આરબીઆઈએ નાણાંકીય વર્ષ 2019 માં જીડીપી ગ્રોથ અનુમાનને 7.4 ટકા રાખ્યુ છે. આરબીઆઈ મુજબ એપ્રિલ-સપ્ટેમ્બરમાં જીડીપી ગ્રોથ 7.5-7.6 ટકા રહેવાનું અનુમાન છે. વળી, જુલાઈ-સપ્ટેમ્બર વચ્ચે મોંઘવારી દર 4.2 ટકા રહેવાનું અનુમાન છે. મોનિટરી પોલિસી કમિટીની આગામી બેઠક 3-5 ઓક્ટોબરે થશે.

ઓક્ટોબર 2013 બાદ આ પહેલી વાર બનશે કે સતત બીજી વાર સમીક્ષા બેઠકમાં વ્યાજ દરો વધારવામાં આવ્યા છે. વ્યાજ દરોમાં થયેલા આ વધારાની સીધી અસર જનતાના ખીસ્સા પર પડશે. રેપો રેટ વધવાથી બેંકોમાંથી તમારા માટે હોમ લોન અને ઓટો લોન સહિત અન્ય લોન લેવી મોંઘી સાબિત થશે. લોકોની ઈએમઆઈ પણ મોંઘી થઈ જશે.

English summary
Reserve Bank of India repo rates monetary policy review inflation mumbai rupee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X