For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBI Monetary Policy: આરબીઆઈનો નિર્ણય, રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર નહિ

કોરોના વાયરસ સંકટ વચ્ચે આજે(શુક્રવાર) રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા(આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસે દ્વિમાસિક મૌદ્રિક નીતિની ઘોષણા કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસ સંકટ વચ્ચે આજે(શુક્રવાર) રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા(આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસે દ્વિમાસિક મૌદ્રિક નીતિની ઘોષણા કરી છે. આરબીઆઈએ મોટો નિર્ણય કરીને રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન કરીને તેનને 4 ટકા પર રાખ્યો છે. વળી, રિવર્સ રેપો રેટને પણ 3.35 ટકા પર ચાલુ રાખીને કોઈ પરિવર્તન કર્યુ નથી. તમને જણાવી દઈએ કે આરબીઆઈએ ગઈ મૌદ્રિક નીતિની ઘોષણા કરીને ગવર્નર શક્તિકાંત દાસે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાની ઘોષણા કરી હતી.

shaktikanta das

આ વખતની આરબીઆઈ એમપીસીની બેઠક 6 ઓક્ટોબરે શરૂ થઈ હતી. તમને જણાવી દઈએ કે ગઈ વખતે મે, 2020માં રેપો રેટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારે આરબીઆઈએ વ્યાજ દરોમાં 0.40 ટકા(40 બીપીએસ)નો ઘટાડો કર્યો હતો ત્યારબાદ રેપો રેટ ઘટીને 4 ટકા થઈ ગયો હતો. શુક્રવારે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે જ્યાં સુધી મુદ્રાસ્ફીતિ લક્ષ્યની અંદર જળવાઈ રહે ત્યાં સુધી મૌદ્રિક નીતિનુ વલણ વિકાસને પુનર્જીવિત કરવા અને જાળવી રાખવા તરફ હોય છે. આ સાથે જ વર્તમાનમાં આ કોરોના વાયરસ મહામારીના પ્રભાવને ઘટાડવા માટે પણ જરૂરી છે.

શક્તિકાંત દાસે આગળ કહ્યુ, 'ભારતીય અર્થવ્યવસ્થાની રિકવરી જોર પકડી રહી છે. ગઈ એમપીસીની બેઠકની તુલામાં તે સારી સ્થિતિમાં છે. આ સમયમાં અર્થવ્યવસ્થાને મહામારીના કહેરથી બચાવવા માટે રિઝર્વ બેંકે સંકટ સામે લડવા માટે 100થી વધુ ઉપાય કર્યા છે. અમે નાણાકીય બજારને ચાલુ રાખવા માટે નવા અને પરંપરાગત ઉપાય કરવામાં સંકોચ નથી કર્યો. આ વખતે અમારી અર્થવ્યવસ્થાના આર્થિક માળખાગત ઢાંચાના લચીલાપણાના કારણે સામાન્ય સમય તરફ વધવાની આશા છે. વિકાસની ગતિ મજબૂત થતી દેખાઈ રહી છે. મુદ્રાસ્ફીતિ ટ્રેજેક્ટરી અનુમાનથી વધુ અનુકૂળ થઈ રહી છે.'

English summary
Reserve Bank of India keeps repo rate and reverse repo rate unchanged
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X