રિઝર્વ બેન્ક ટૂંકમાં વ્યાજદરની સમીક્ષા કરશે

માયારામે નવી દિલ્હીમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં કહ્યું કે આપણું અર્થતંત્ર ફરી વિકાસના માર્ગ પર આવી રહ્યું છે. મને વિશ્વાસ છે કે આ સ્થિતિ ચાલુ રહેશે અને વિકાસનો વેગ વધશે. ચાલુ વર્ષના એપ્રિલ જૂનના પ્રથમ ક્વાર્ટરમાં અર્થતંત્રએ 4.4 ટકાનો દર નોંધાવ્યો હતો જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી નીચો છે.
માયારામનું કહેવું છે કે પહેલા ક્વાર્ટર કરતાં બીજા ક્વાર્ટરમાં જીડીપી વિકાસ વધારે સારો રહેવો જોઈએ. આર્થિક વિકાસને વેગ આપવો તે કેન્દ્ર સરકારનું વલણ રહ્યું છે. જ્યાં સુધી વ્યાજના દરોને લાગેવળગે છે, આરબીઆઈ અને તેના ગવર્નર તે વિશે જરૂરી નિર્ણય લેશે. આરબીઆઈ દ્વિતીય ક્વાર્ટરની નીતિ સમીક્ષા 29 ઓક્ટોબરે કરવાની છે.












Click it and Unblock the Notifications
