આર્થિક સંકટનું નિરાકરણ સરકારની પ્રાથમિકતા : PM

વડાપ્રધાને જણાવ્યું કે 12મી પંચવર્ષીય યોજનામાં 8 ટકાનો વૃદ્ધિદર મેળવવો અમારી મહત્વકાંક્ષા છે. વર્ષ 2004 બાદ ગરીબીમાં પ્રતિ વર્ષ 2 ટકાના દરે ઝડપી ઘટાડો થયો છે. આર્થિક મંદીને કારણે દેશના વિકાસ દરમાં ઘટાડો થયો છે. સબસિડીમાં વધારે કાપ મુકવાની જરૂર છે.
તેમણે જણાવ્યું કે વર્તમાનમાં આપણે એવી સ્થિતિમાં પહોંચ્યા છીએ જ્યાં બીમાર રાજ્ય શબ્દ ઇતિહાસ બની જશે. જીએસટીને ઝડપથી લાગુ કરવામાં આવશે. 12મી પંચવર્ષીય યોજના માટે આર્થિક વ્યવસ્થા ગોઠવવા માટેના પ્રયાસોને સુદ્રઢ કરવાની જરૂર છે. ઉર્જાની કિંમતોમાં તબક્કાવાર વધારો કરવાની જરૂર છે. સબસિડીને યોગ્ય રીતે ફાળવવી જોઇએ.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં એ પણ જણાવ્યું કે મહિલાઓની સુરક્ષા માટે સરકારે વર્તમાન કાયદાઓની સમીક્ષા કરવાની અને મહિલાઓ સામેના ગંભીર અપરાધોમાં દંડના સ્તરની સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો છે.












Click it and Unblock the Notifications
