For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RILએ ટેક્સટાઇલ બિઝનેસ અલગ કરી ચીનની શૅનડોન્ગ રૂયી સાથે હાથ મિલાવ્યા

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 10 ડિસેમ્બર : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાના સૌથી જૂના ટેક્સટાઇલ્સ કારોબારને કંપનીથી અલગ કરવાનો નિર્ણય લીધો છે. કંપની પોતાના ટેક્સટાઇલ્સ બિઝનેસને એક જોઇન્ટ વેન્ચરમાં ટ્રાન્સફર કરશે આ જોઇન્ટ વેન્ચર માટે રિલાયન્સે ચીનની કંપની શૅનડૉન્ગ રૂયી સાથે કરાર કર્યા છે.

આ જોઇન્ટ વેન્ચર હેઠળ રિલાયન્સ પોતાના ટેક્સટાઇલ કારોબારનો 49 ટકા હિસ્સો ચીની કંપનીને વેચશે. જોઇન્ટ વેન્ચરમાં રિલાયન્સ પાસે કુલ 51 ટકા હિસ્સો રહેશે. જોકે હજી સરકાર પાસેથી આ ડીલ માટેની મંજૂરી મેળવવાની બાકી છે.

mukesh-ambani-ril-1

ભારતના ટેક્સટાઇલ્સ કારોબારમાં મોટો હિસ્સો ધરાવતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની બ્રાન્ડ વિમલ દેશભરમાં પ્રખ્યાત છે. જ્યારે શૅનડોન્ગ રૂયી પણ ઘણી ખ્યાતનામ ચાઇનીઝ કંપની છે અને એનો વાર્ષિક કારોબાર 300 કરોડ ડોલર છે. રૂયીએ ભારત સહિત વિશ્વભરના અનેક રાષ્ટ્રો અને એમાં વેચાતી બ્રાન્ડ્સ સાથે કરાર કર્યા છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સંપૂર્ણ ટેક્સટાઇલ બિઝનેસને રોકડના સ્વરૂપમાં સંયુક્ત સાહસમાં ટ્રાન્સફર કરશે. સૂચિત સોદો જરૂરી મંજૂરીઓને આધીન છે. બંને કંપનીઓએ બિઝનેસનું મૂલ્યાંકન નથી કર્યું અને નાણાંકીય વિગતો અંગે નિર્ણય નથી લીધો.

આ સંયુક્ત સાહસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વિમલ બ્રાન્ડનો લાભ લેવાની સાથે સાથે ભારતમાં કેટલીક ગ્લોબલ બ્રાન્ડ્સને લાવવાની પણ યોજના ધરાવે છે. રુયી ગ્રૂપ 'જ્યોર્જિયા ગુલિની' બ્રાન્ડ હેઠળ ભારતમાં કામગીરી કરે છે. આ જોઇન્ટ વેન્ચર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વર્તમાન કાપડના કારોબાર તથા ભારતમાં તેના વ્યાપક વિતરણ માળખાનો તેમજ રુયીની અતિ આધુનિક ટેક્‌નોલોજી અને તેના વૈશ્વિક વ્યાપનો આધાર તરીકે લાભ લેશે.

English summary
RIL separated its Textile business; joined hands with Chinese firm Shandong Ruyi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X