March 2024 Rule changes: આજથી બદલાઇ જશે ઘણા નિયમ, તમારા ખીસ્સા પર થશે સીધી અસર

Rule Change From 1st March 2024: વર્ષ 2024નો ત્રીજો મહિનો એટલે કે માર્ચ આજથી શરૂ થઈ ગયો છે. દરેક મહિનાની જેમ આ મહિનાની શરૂઆત સાથે જ ઘણા નિયમો બદલાઈ ગયા છે. આવા ઘણા નવા નિયમો 1 માર્ચથી લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય માણસ પર પડશે.

આ સાથે માર્ચ મહિનામાં પણ ઘણા ફેરફારો થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, તમારા માટે આ ફેરફારો વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે સામાન્ય માણસને અસર કરી શકે છે.

માર્ચ મહિનાની શરૂઆત સાથે, ફાસ્ટેગ કેવાયસી, પેટીએમ પેમેન્ટ્સ બેંક, બેંક રજાઓ સાથે સંબંધિત નવા નિયમો પણ અમલમાં આવી ગયા છે. તેમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં ફેરફાર પણ સામેલ છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, માર્ચ મહિનામાં થઈ રહેલા કેટલાક મોટા ફેરફારો વિશે જણીશું.

Rule Change From 1st March 2024

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર - સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ઈંધણના દરમાં ફેરફાર કરે છે. આજે એટલે કે 1 માર્ચ, 2024ના રોજ રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

લાંબા સમયથી ઓઈલ કંપનીઓએ રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ રાજ્ય સ્તરે ભાવ બદલાયા છે. આવી સ્થિતિમાં, તેલ ભરતા પહેલા, તમારે પેટ્રોલ અને ડીઝલના નવીનતમ દરો તપાસવી જોઈએ.

માર્ચ મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેશે - આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, માર્ચ મહિનામાં બેંકો 14 દિવસ બંધ રહેશે. આરબીઆઈએ રાષ્ટ્રીય સ્તરે બેંક રજાઓની યાદી જાહેર કરી છે. મહાશિવરાત્રી અને હોળી ઉપરાંત, તેમાં અન્ય રાજ્યોમાં વિવિધ તહેવારોની રજાઓ, શનિવાર અને રવિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે.

માર્ચ મહિનામાં બેંકોની રજાઓ ક્યારે આવવાની છે, તે જાણવું જરૂરી છે. બેંકમાં જતા પહેલા બેંકની રજાઓનું લિસ્ટ ચોક્કસપણે તપાસો, કારણ કે જ્યારે બેંકની રજાઓ હોય છે, ત્યારે તમે આ સમયગાળા દરમિયાન બેંકિંગ સંબંધિત કોઈપણ કામ કરી શકશો નહીં.

GST નિયમોમાં ફેરફાર - 1 માર્ચથી રૂપિયા 5 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વ્યવસાયો ઈ-ઈનવોઈસ વિગતોનો સમાવેશ કર્યા વિના તમામ B2B વ્યવહારો માટે ઈ-વે બિલ જાહેર કરી શકશે નહીં. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સિસ્ટમ હેઠળ, રૂપિયા 50,000થી વધુના માલસામાનની આંતર-રાજ્ય હેરફેર માટે ઈ-વે બિલની જરૂર પડે છે.

Paytm પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ મૂકવાની અંતિમ તારીખ 15 માર્ચ - ભારતીય રિઝર્વ બેંકે Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડ પરની કાર્યવાહીને ધ્યાનમાં રાખીને લાદવામાં આવેલા પ્રતિબંધની સમયમર્યાદા 15 માર્ચ સુધી લંબાવી છે. આ સાથે આરબીઆઈએ પેટીએમ ગ્રાહકો અને વેપારીઓને આ તારીખ પહેલા તેમના પેટીએમ બેંક એકાઉન્ટને અન્ય બેંકોમાં ટ્રાન્સફર કરવાની સલાહ આપી છે.

અગાઉ 31 જાન્યુઆરીના રોજ, કેન્દ્રીય બેંકે Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડને આદેશ આપ્યો હતો કે 29 ફેબ્રુઆરી પછી કોઈપણ ગ્રાહક ખાતા, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, વોલેટ્સ, ફાસ્ટેગ અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ્સમાં વધુ થાપણો, વ્યવહારો અથવા ટોપ-અપ સેવાઓ બંધ કરે.

આ પછી, રિટાયરમેન્ટ ફંડ રેગ્યુલેટર એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે EPFO​ એ પણ Paytm પેમેન્ટ્સ બેંક એકાઉન્ટ સાથે જોડાયેલા EPF એકાઉન્ટમાં લેવડદેવડ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

આનો અર્થ એ થયો કે Paytm પેમેન્ટ્સ બેંક સાથે જોડાયેલા ખાતા ધારકો હવે તેના દ્વારા EPF ખાતામાં જમા કે ક્રેડિટ કરી શકશે નહીં.

EPFOએ તેના પરિપત્રમાં તમામ ક્ષેત્રીય કચેરીઓને 23 ફેબ્રુઆરીથી Paytm પેમેન્ટ્સ બેંક ખાતાઓ સાથે જોડાયેલા EPF ખાતાઓમાં દાવાની મંજૂરી આપવા અને સમાધાન રોકવાનો આદેશ આપવામાં આવ્યો છે.

FASTag KYC અપડેટ કરવાની સમયમર્યાદા લંબાવવાની શક્યતા - નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જાહેરાત કરી હતી કે, વન વ્હીકલ, વન ફાસ્ટેગ પહેલ હેઠળ KYC વગરના ફાસ્ટેગને બ્લેકલિસ્ટ અથવા નિષ્ક્રિય કરવામાં આવશે. NHAI એ વન વ્હીકલ - વન ફાસ્ટેગ પહેલને અમલમાં મૂકવા અને તેના ફાસ્ટેગ માટે KYC અપડેટ કરવાની સમયમર્યાદા 29 ફેબ્રુઆરી, 2024 સુધી લંબાવી હતી.

એવા સમાચાર છે કે, Paytm Fastag યુઝર્સને પડી રહેલી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તેની સમયમર્યાદા માર્ચના અંત સુધી લંબાવવાનો પ્રસ્તાવ છે. NHAIએ અગાઉ 1 માર્ચથી વન વ્હીકલ, વન ફાસ્ટેગ પહેલ લાગુ કરવાની વાત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X