Rule changes from August 1: ક્રેડિટ કાર્ડથી લઇને ટ્રાફિક સુધી, 1 ઓગસ્ટથી બદલાઇ જશે ઘણા નિયમ
Rule changes from August 1 : દર મહિનાની પહેલી તારીખ અલગ નોકરિયાત વર્ગનો પગાર પહેલી તારીખે આવે છે. આ સાથે સાથે દર મહિનાની પહેલી તારીખે ઘણા નિયમો બદલાઇ જાય છે, આ સાથે ઘણા ફેરફાર થાય છે. આવામાં તમારે ઘણા કામ કરી લેવા જોઇએ. આવામાં તમારે આ ફેરફારો વિશે જાણી લેવા જોઇએ, જેથી તમે નુકસાનમાંથી બચી શકો છો.
ઉલ્લેખનીય છે કે, ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR Filing) ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. જો તમે હજુ સુધી ITR ફાઈલ નથી કર્યું, તો તરત જ ભરી દો. કારણ કે, 1 ઓગસ્ટ બાદ કરદાતાઓએ દંડ ભરવો પડશે. જેમની આવક 5 લાખ રૂપિયાથી વધુ છે, તો તેમને 5 લાખ રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.

બેંક 14 દિવસ બંધ રહેશે - આરબીઆઈએ ઓગસ્ટ માટે બેંકમાં રજાઓની જાહેરાત કરી છે. આ મહિનામાં 14 દિવસ બેંક બંધ રહેશે, જેથી બેંકનું તમામ કામ કરવા માટે એછા દિવસો હશે.
ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે - એક્સિસ બેંક 1લી ઓગસ્ટથી કેશબેક અને ઈન્સેન્ટિવ પોઈન્ટ ઘટાડવા જઈ રહી છે. હવે આમાં માત્ર 1.5 ટકા કેશબેક મળશે.
ચેક સંબંધિત નિયમોમાં ફેરફાર - બેંક ઓફ બરોડા ચેક સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે, તેથી જો તમારે તેને સંબંધિત કામ કરવું હોય, તો તમારે તેના વિશે જાણકારી મેળવી લેવી પડશે.
ટ્રાફિક નિયમો - સરકાર ટ્રાફિક સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. ડ્રાઈવિંગ લાયસન્સ અને ઈન્સ્યોરન્સ વગર વાહન ચલાવનારાને 5-5 હજાર રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે, જ્યારે દારૂ પીને ડ્રાઈવિંગ કરનારને દંડ અને 6 મહિનાની જેલ થઈ શકે છે.
IDFC બેંક FD - IDFC બેંકે અમૃત મહોત્સવ FD ગ્રાહકો માટે FD સ્કીમ શરૂ કરી છે, જે 15 ઓગસ્ટ, 2023 સુધી માન્ય છે.












Click it and Unblock the Notifications
