Rules Change 1st March : એક માર્ચથી બદલાઇ જશે આ નિયમો, જાણો શું થશે અસર
New Rules from March 2023 : LPGના ભાવ દર મહિનાની પ્રથમ તારીખે અપડેટ કરવામાં આવે છે. ફેબ્રુઆરીમાં LPGની કિંમતમાં કોઈ ફેરફાર થયો ન હતો, પરંતુ આ વખતે કિંમત વધી કે ઘટી શકે છે.
Rules Change 1st March : માર્ચ મહિનો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાદ રહ્યા છે. માર્ચ મહિનામાં હોળી અને નવરાત્રીના પહેવારો આવે છે. જે કારણે માર્ચ મહિનામાં ઘણી રજાઓ આવશે. આ સાથે 1 માર્ચથી ઘણા નિયમો બદલાવા જઇ રહ્યા છે. જોકે, દર મહિનાની પહેલી તારીખની જેમ માર્ચ મહિનાની પહેલી તારીખે પણ ઘણા નિયમો બદલાઇ જશે. જેની સીધી અસર તમારા ખીસ્સા પર પડશે.

એલપીજીના ભાવમાં થઇ શકે છે વધારો
એલપીજીના ભાવ દર મહિનાની પહેલી તારીખે અપડેટ કરવામાં આવે છે. ફેબ્રુઆરીમાં એલપીજીની કિંમતમાં કોઈ ફેરફાર થયો ન હતો, જોકે, 1 જાન્યુઆરીએ, કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે માર્ચમાં ઘરેલું અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે.

CNGના ભાવમાં થઈ શકે છે ફેરફાર
એલપીજી, સીએનજી અને પીએનજીના દરો દર મહિનાની 1લી તારીખે અપડેટ થાય છે, ફેબ્રુઆરીમાં મહાનગર ગેસ લિમિટેડ (એમજીએલ) એમહારાષ્ટ્રમાં કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)ના ભાવમાં ઘટાડો કર્યો હતો, ત્યારબાદ મુંબઈમાં સીએનજીના ભાવમાં 87નો વધારો કરવામાંઆવ્યો હતો. દિલ્હીમાં કોઈ ફેરફાર થયો ન હતો. આવી સ્થિતિમાં આ મહિને દિલ્હીમાં CNGના ભાવમાં ફરક જોવા મળે તેવી શક્યતા સેવાઇ રહી છે.

બેંક લોન મોંઘી થશે?
હાલમાં જ આરબીઆઈએ રેપો રેટમાં વધારો કર્યો છે, જે બાદ ઘણી બેંકો MCLR રેટમાં વધારો કરી શકે છે, એવું અનુમાન છે કે, માર્ચમહિનામાં બેંક લોન પણ વધી શકે છે, માર્ચ મહિનો આર્થિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે, આવી સ્થિતિમાં આવી શકે છે. આ વખતે પણ ટેક્સઅંગે કેટલાક ફેરફારો થશે.

સ્પેશિયલ ટ્રેન દોડશે!
1 માર્ચથી હજારો પેસેન્જર ટ્રેન અને 5,000 ગુડ્સ ટ્રેનના ટાઈમ ટેબલમાં ફેરફાર થઈ શકે છે, જ્યારે ભારતીય રેલવે હોળીના તહેવારનેધ્યાનમાં રાખીને ઘણી વિશેષ ટ્રેનો દોડાવી શકે છે. ભારતીય રેલવે તેની સત્તાવાર વેબસાઇટ પર આ વિશે માહિતી આપશે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવું બનશે મુશ્કેલ
સોશિયલ મીડિયા સંબંધિત મુદ્દાઓ પર માર્ચમાં નિર્ણય લેવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટરપર ઉશ્કેરણીજનક ટેક્સ્ટ અથવા પોસ્ટ પોસ્ટ કરવી સરળ રહેશે નહીં, જે પણ દોષિત ઠરશે તેને મોટો દંડ ફટકારવામાં આવશે.

12 દિવસ બંધ રહેશે બેંક
તહેવારોની સિઝનમાં આ વખતે બેંક 12 દિવસ બંધ રહેશે, આવી સ્થિતિમાં તમારે તમારા મહત્વપૂર્ણ કામ ઝડપથી પતાવવા પડશે. જોકે,બેંકો બંધ રહેવાના કિસ્સામાં, ઓનલાઈન સેવામાં કોઈ ફરક પડશે નહીં.












Click it and Unblock the Notifications
