Rules Change from October 2023 : 1 ઓક્ટોબરથી બદલાઇ જશે આ નિયમ, જાણી લો નહીં તો ભરવો પડશે દંડ
Rules Change from October 2023 : દર મહિનાની પહેલી તારીખની જે આ ઓક્ટબર મહિનાની પહેલી તારીખે ઘણા નિયમો બદલાવા જઇ રહ્યા છે. આ બદલાવોમાંથી ઘણા એવા નિયમો છે, જેની અસર તમારા ખિસ્સા પર પણ અસર થશે.
આ માટે જરૂરી છે, કે આ બદલાવ તમારે જાણી લેવા જોઇએ, જેથી તમારે નુકસાન સહન કરવું ન પડે. આ અહેવાલમાં ઓક્ટોબરમાં થનારા આ નિયમોના બદલાવ વિશે જાણીશું, જેનાથી તમારે મુશ્કેલીનો સામનો ન કરો પડે અને તમારા કામ અટક્યા વગર થઇ જાય.

બે હજાર રૂપિયાની નોટ ચલણમાંથી બહાર થઈ ગઈ છે. તમારે તેને 30 સપ્ટેમ્બર પહેલા બેંકમાં એક્સચેન્જ કરાવી લેવું જોઈએ. 1 ઓક્ટોબરથી, જો તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે, તો તમે તેને બદલી શકશો નહીં. 30 સપ્ટેમ્બર, 2023 નોટો બદલવાનો છેલ્લો દિવસ હશે. આ પછી 2000 રૂપિયાની નોટ અમાન્ય થઈ જશે.
એલપીજી ઉપરાંત સીએનજી-પીએનજીના ભાવમાં ઓઈલ કંપનીઓ દ્વારા ફેરફાર કરવામાં આવે છે. સામાન્ય રીતે, એર ફ્યુઅલ (ATF) દર મહિનાની પહેલી તારીખે બદલાય છે. આ વખતે સીએનજી-પીએનજીની સાથે એટીએફના ભાવમાં પણ ફેરફાર થવાની સંભાવના છે.
વિદેશ જવાનું વિચારી રહેલા લોકો માટે આ એક મોટા સમાચાર છે. 1 ઓક્ટોબરથી વિદેશ યાત્રા મોંઘી થવા જઈ રહી છે. હા, 1 ઓક્ટોબરથી તમારે રૂપિયા 7 લાખ સુધીના ટૂર પેકેજ માટે 5 ટકા TCX ચૂકવવા પડશે. તે સિવાય 7 લાખ રૂપિયાથી વધુના ટૂર પેકેજ માટે 20 ટકા TCS ચૂકવવા પડશે. આવી સ્થિતિમાં એ જરૂરી છે કે, તમે તમારા ટ્રાવેલ બજેટને યોગ્ય રીતે પ્લાન કરો.
30 સપ્ટેમ્બર સુધીમાં, તમારે તમારી PPF, પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ અને સુકન્યા સમૃદ્ધિ યોજનાને આધાર સાથે લિંક કરવી જોઈએ. જો તમે આમ નહીં કરો, તો 1 ઓક્ટોબરથી તમારું એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે. એટલે કે તમે તમારા ખાતામાંથી કોઈપણ પ્રકારનો વ્યવહાર કે રોકાણ કરી શકશો નહીં. તેથી સમયસર તમારા નાણાકીય ખાતાઓને આધાર સાથે લિંક કરવું મહત્વપૂર્ણ છે.
ઓક્ટોબર મહિનામાં બેંકો માટે 16 દિવસની રજા રહેશે. આ રજાઓ તમારા બેંકિંગ કામને અસર કરશે. આરબીઆઈની ગાઈડલાઈન મુજબ જાહેર રજાના દિવસે દરેક શહેરમાં બેંક બંધ રહેશે. આ ઉપરાંત રાજ્યોના આધારે કેટલીક પ્રાદેશિક રજાઓ હશે.












Click it and Unblock the Notifications
