For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રણ મહિનાની મજબૂત સપાટીએ પહોંચ્યો રૂપિયો, જાણો કેટલાનો થયો ડૉલર

ત્રણ મહિનાની મજબૂત સપાટીએ પહોંચ્યો રૂપિયો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ગુરુવારના કારોબારમાં રૂપિયો ડોલરના મુકાબલે થોડો વધુ મજબૂત થયો. રૂપિયો ત્રણ મહિનામાં પહેલીવાર ડૉલરની સરખામણીએ 70ની નીચે પહોંચી ગયો. કારોબારના શરૂઆતમાં જ રૂપિયો 58 પૈસા મજબૂત થઈ ડૉલરની સરખામણીએ 70.05 પર પહોંચી ગયો હતો. ગુરુવારે આગલા કેટલાક કલાકમાં રૂપિયો 74 પૈસાની મજબૂતી સાથે પહેલીવાર 70ની નીચે 69.88 પર પહોંચી ગયો.

રૂપિયો મજબૂત થયો

રૂપિયો મજબૂત થયો

અગાઉ ગુરુવારે સવારે ડૉલરની સરખામણીએ રૂપિયામાં 51 પૈસાનો વધારો જોવા મળ્યો હતો અને તેની સાથે જ રૂપિયો 70.11 રૂપિયાના સ્તર પર ખુલ્યો હતો, જે 28 ઓગસ્ટ બાદ સૌથી ઉંચા સ્તર પર છે. અમેરિકી ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પૉવેલના નીતિગત વ્યાજ દરને અપરિવર્તિત સ્તર પર રાખવાની સંભાવના જતાવવવામાં આવ્યા બાદ આ પરિવર્તન આવ્યું છે, આ કારણે અન્ય વિદેશી મુદ્રાઓના મુકાબલે ડૉલર કમજોર થયો છે.

આ કારણે મજબૂત થયો રૂપિયો

આ કારણે મજબૂત થયો રૂપિયો

આ કારણે જ રૂપિયામાં પણ મજબૂતાઈ આવી છે. નિકાસકારોની સતત લેવાલીને પણ આની પાછળનું કારણ માનવામાં આવી રહ્યું છે. ઉપરાંત ક્રૂડ ઓઈલની વૈશ્વિક કિંમતોમાં સ્થિરતાએ પણ રૂપિયાને રાહત આપી છે અને રૂપિયો ડૉલરની સરખામણીએ પાછલા ત્રણ મહિનાના મજબૂત સ્તરે પહોંચી ગયો છે.

ડોલરની સરખામણીએ રૂપિયો મજબૂત

ડોલરની સરખામણીએ રૂપિયો મજબૂત

જણાવી દઈએ કે ગતરોજના કારોબારમાં રૂપિયો કજોર થયો હતો. ડૉલરની સરખામણીએ રૂપિયો 20 પૈસા ટૂટીને 70.78ના સ્તર પર બંધ થયો. જો કે ડૉલરની સરખામણીએ રૂપિયાની શરૂઆત આજે જોરદાર વધારા સાથે થઈ હતી. ડોલરની સરખામણીએ આજે રૂપિયો મજબૂત થયો છે. પાછલા ત્રણ મહિનાની સૌથી હાઈએસ્ટ સપાટી પર રૂપિયો પહોંચી ગયો છે.

VIDEO: લગ્ન માટે જોધપુર પહોંચ્યા પ્રિયંકા-નિક, આજે સાંજથી શરૂ થશે રસમોVIDEO: લગ્ન માટે જોધપુર પહોંચ્યા પ્રિયંકા-નિક, આજે સાંજથી શરૂ થશે રસમો

English summary
rupee gains against us dollar, reaches below 70 for the first time in three months.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X