• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રૂપિયો આજે પણ ગગડ્યો, 72.65 રૂપિયા પ્રતિ ડોલર

|

કારોબારી અઠવાડિયાના પહેલા જ દિવસે સોમવારે રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો છે. રૂપિયો ડોલરના મુકાબલે 45 પૈસા તૂટીને 72.65 પર આવી ચુક્યો છે. જયારે પાછલા દિવસે રૂપિયામાં મુજબૂતી જોવા મળી હતી. શુક્રવારે રૂપિયો 17 પૈસાની મજબૂતી સાથે 72.20 પર બંધ થયો હતો જયારે સોમવારે શરૂઆતી કારોબાર દરમિયાન રૂપિયો 27 પૈસા તૂટીને 72.47 પર ખુલ્યો હતો.

ક્રૂડ ઓઈલની કિંમત વધવા લાગી છે અને લોકોએ અચાનક વેચાણ શરુ કરી દીધું છે, તેને કારણે રૂપિયાના ઘટાડો જોવા મળી રહ્યો છે. આરબીઆઇ ઘ્વારા માર્કેટમાં સ્થિરતા લાવવા માટે 40-50 કરોડ ડોલરનું વેચાણ કર્યું હતું પરંતુ તેનો પણ કોઈ ફાયદો મળ્યો નહીં.

પર્સનલ લોન લેતા પહેલાં ધ્યાન રાખો આ 5 બાબતો

જયારે સોમવારે સેન્સેક્સ અને નિફટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે સેન્સેક્સ 232 પોઇન્ટ તૂટીને 36,609.07 પર કારોબાર કરી રહ્યો છે જયારે નિફટી 85 પોઇન્ટ ગગડીને 11,060.55 પર પહોંચી ચુકી છે. આ પહેલા શુક્રવારે બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ રેકોર્ડતોડ લગભગ 1000 પોઇન્ટ તૂટ્યો હતો.

શેર્સનું વિશ્લેષણ કરતા પહેલા આ વાતો જાણી લો

મોહરમ અવસરે શેરમાર્કેટ બંધ રહ્યા પછી શુક્રવારે બજારે તેજી પકડી હતી અને સવારે સેન્સેક્સ સાથે સાથે નિફટીમાં પણ ઉછાળો આવ્યો હતો. પરંતુ અચાનક દલાલ સ્ટ્રીટમાં હડકંપ મચી ગયો જયારે સેન્સેક્સ 1 કલાકમાં જ 1000 પોઇન્ટ ગગડીને 35,993.64 જેટલા નીચલા સ્તરે આવી ગયો. આ દરમિયાન નિફટીને પણ ઝાટકો લાગ્યો અને 350 પોઇન્ટ ગગડીને 10,866.45 પોઇન્ટ પર આવી ગયો.

SBIનું ડેબિટ કાર્ડ ગુમ થવા પર મળશે 4 લાખ રૂપિયા!

જયારે રૂપિયામાં થતા ઘટાડાને કારણે તેલ કંપનીઓને વિદેશથી તેલ મંગાવવા માટે ભારે કિંમત ચૂકવવી પડી રહી છે. તેને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. બેન્કિંગ, ઓટો, એફએમસીજી, ઓઇલ એન્ડ ગેસ અને પાવર સેક્ટર શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

English summary
Rupee opens lower against US dollar, sensex and nifty low too
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X