મોટા કડાકા સાથે 73 નજીક પહોંચ્યો રૂપિયો, સેન્સેક્સ પણ ગગડ્યો

ગયા અઠવાડિયે સુધાર પછી સેન્સેક્સ ફરી એકવાર નીચે આવી ગયો છે. મંગળવારે સવારે 9.15 વાગ્યે રૂપિયો ડોલરને મુકાબલે ગગડીને 73 નજીક આવી ગયો છે.

ગયા અઠવાડિયે સુધાર પછી સેન્સેક્સ ફરી એકવાર નીચે આવી ગયો છે. મંગળવારે સવારે 9.15 વાગ્યે રૂપિયો ડોલરને મુકાબલે ગગડીને 73 નજીક આવી ગયો છે. ડોલર સામે 32 પૈસા ગગડીને રૂપિયો 72.95 પર આવી ગયો. ઈરાન અને અમેરિકી પ્રતિબંધ પહેલા આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત વધવાની અસર રૂપિયા પર પણ પડી હતી અને સોમવારે ડોલરને મુકાબલે રૂપિયો 43 પૈસા તૂટીને 72.63 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો.

rupee

રૂપિયો સોમવારે 43 પૈસા તૂટીને 72.63 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત વધવાને કારણે લોકો અચાનક બિકવાલી કરવા લાગ્યા. આપને જણાવી દઈએ કે ક્રૂડ સોમવારે 80 ડોલર પ્રતિ બેરલ ચાલ્યો ગયો હતો, જે નવેમ્બર 2014 પછી સૌથી મોંઘુ છે. જોવા જઇયે કે ગયા અઠવાડિયે રૂપિયામાં સુધાર જોવા મળ્યો હતો પરંતુ આ અઠવાડિયે રૂપિયો ફરી એકવાર ગગડતો દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચો: પર્સનલ લોન લેતા પહેલાં ધ્યાન રાખો આ 5 બાબતો

શેરબજાર વિશે વાત કરવામાં આવે તો મંગળવારે શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 100 પોઇન્ટ સુધી નીચે ગગડ્યો હતો. પરંતુ ત્યારપછી તેમાં થોડો સુધારો જોવા મળતા 60 પોઇન્ટ ઘટાડા સાથે સેન્સેક્સ 36,366.30 પર કારોબાર કરી રહ્યો છે જયારે નિફટી 37 પોઇન્ટ ગગડીને 10,929.95 પર કારોબાર કરી રહી છે. સોમવારનો દિવસ પણ સેન્સેક્સ માટે સારો ના હતો.

આ પણ વાંચો: શેર્સનું વિશ્લેષણ કરતા પહેલા આ વાતો જાણી લો

જયારે રૂપિયામાં થતા ઘટાડાને કારણે તેલ કંપનીઓને વિદેશથી તેલ મંગાવવા માટે ભારે કિંમત ચૂકવવી પડી રહી છે. તેને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. બેન્કિંગ, ઓટો, એફએમસીજી, ઓઇલ એન્ડ ગેસ અને પાવર સેક્ટર શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: ભારતીય નોટોને છાપવામાં કેટલો ખર્ચ થાય છે તે અહીં જાણો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X