For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Russia Ukraine War : LIC IPO મુલતવી રાખી શકે છે સરકાર, નાણા મંત્રાલયે આપ્યા સંકેત

દેશના સૌથી મોટા IPO એવા LIC IPO ની રાહ જોઈ રહેલા લોકો માટે ખરાબ સમાચાર છે. રશિયા યુક્રેન યુદ્ધને કારણે સરકાર IPO ને મુલતવી રાખવાનું વિચારી રહી છે.

|
Google Oneindia Gujarati News

Russia Ukraine War : દેશના સૌથી મોટા IPO એવા LIC IPO ની રાહ જોઈ રહેલા લોકો માટે ખરાબ સમાચાર છે. રશિયા યુક્રેન યુદ્ધને કારણે સરકાર IPO ને મુલતવી રાખવાનું વિચારી રહી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, શેરબજાર પર રશિયા-યુક્રેન યુદ્ધની અસરને ધ્યાનમાં રાખીને, ભારત સરકાર લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના પ્રસ્તાવિત પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) ના સમયની સમીક્ષા કરી શકે છે.

હિતધારકો સાથે ટૂંક સમયમાં સમીક્ષા બેઠક યોજાશે

હિતધારકો સાથે ટૂંક સમયમાં સમીક્ષા બેઠક યોજાશે

નાણા મંત્રાલયના એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે, જોકે અમે યોજના પ્રમાણે આગળ વધીશું, પરંતુ જો રશિયા-યુક્રેન વચ્ચે તણાવ ચાલુ રહેશે, તો IPOનાસમયની સમીક્ષા કરવામાં આવશે.

નાણા મંત્રાલય ટૂંક સમયમાં જ LICના IPOના સમય અંગે હિતધારકો સાથે સમીક્ષા બેઠક યોજશે.

રોકાણકારોમાં ભારે ભયનું વાતાવરણ

રોકાણકારોમાં ભારે ભયનું વાતાવરણ

ઉલ્લેખીય છે કે, ગત અઠવાડિયે રશિયા દ્વારા યુક્રેન પર થયેલા હુમલા બાદ ભારતીય બજારોમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. રોકાણકારો ખૂબ જ પરેશાન છે.

ભારત સહિત વિશ્વભરના બજારોમાં વોલેટિલિટી ચાલુ છે. આવી સ્થિતિમાં સરકારી અધિકારીઓને ડર છે કે, જો આ સ્થિતિ રહી તો ભારતીય અને વિદેશી રોકાણકારોએલઆઈસીના શેર ખરીદવાથી મોં ફેરવી શકે છે.

સરકાર 316.25 મિલિયન શેર ઇશ્યૂ કરશે

સરકાર 316.25 મિલિયન શેર ઇશ્યૂ કરશે

ઉલ્લેખનીય છે કે, સરકારને LICના IPOથી ઘણી આશાઓ છે. સરકાર આ IPO દ્વારા મોટી કમાણી કરવા માગે છે. આવી સ્થિતિમાં, સરકાર નહીં ઈચ્છે કે LICનાIPOને ખરાબ પ્રતિસાદ મળે.

નોંધનીય છે કે, નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આ વખતે પોતાના બજેટ ભાષણમાં LICનો IPO લાવવાની જાહેરાત કરી હતી. આIPO દ્વારા સરકાર LICમાં 5 ટકા હિસ્સો વેચશે.

IPOમાં 316.25 મિલિયન શેર વેચાણ માટે મૂકવામાં આવશે. IPOના 35 ટકા રિટેલ રોકાણકારો માટે, 10 ટકાપોલિસીધારકો માટે અને 5 ટકા કર્મચારીઓ માટે આરક્ષિત રહેશે.

English summary
Russia, Ukraine War : LIC may postpone IPO, govt, finance ministry hints.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X