For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડિસેમ્બરમાં મારૂતિ કારનું વેચાણ વધ્યુ તો ટાટા અને મહિન્દ્રાને ઝટકો!

ડિસેમ્બરમાં મારૂતિ કારનું વેચાણ વધ્યુ તો ટાટા અને મહિન્દ્રાને ઝટકો!

|
Google Oneindia Gujarati News

વિવિધ ઓટો કંપનીઓએ ડિસેમ્બર મહિનાના વેચાણના આંકડા જાહેર કર્યા છે. આ આંકડાઓ મુજબ 3.9 ટકાના વેચાણ વધારા સાથે દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ 37 વર્ષમાં 2 કરોડ પેસેન્જર વાહનોના વેચાણનો આંકડો પાર કર્યો છે. ડિસેમ્બર 2018 ની સરખામણીએ ડિસેમ્બર 2019ના વેચાણમાં 3.9 ટકાનો વધારો નોંધાયો. કંપનીએ ડિસેમ્બર 2018 માં 128,338 વાહનો વેચ્યા હતા, જે આંકડો આ ડિસેમ્બરમાં 1,33,296 પર પહોંચ્યો છે. નિકાસની વાત કરીએ તો 10.2 ટકાના વધારા સાથે કંપનીએે 7,561 વાહનો નિકાસ કર્યા છે. મારુતિના ઘરેલું વેચાણમાં પણ 2.4% નો વધારો થયો છે. પેસેન્જર કારના વેચાણમાં 9.1 ટકા વધારા સાથે 91,342 પર યુનિટ પર પહોંચ્યુ છે, તો યુટિલિટી ઓટોનું વેચાણ 17.7 ટકાના વધારા સાથે 23,808 યુનિટ્સ પર પહોંચ્યુ છે. બીજી તરફ મારુતિની વાનના વેચાણમાં 51.8 ટકા અને હળવા કોમર્શિયલ વાહનોના વેચાણમાં 5 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ટાટા મોટર્સના આંકડા નિરાશાજનક

ટાટા મોટર્સના આંકડા નિરાશાજનક

ટાટા મોટર્સ અને મહિન્દ્રા માટે ડિસેમ્બરમાં વેચાણના આંકડા થોડા નિરાશાજનક છે. કેમ કે ડિસેમ્બરમાં આ બંને કંપનીઓનાં વેચાણમાં ઘટાડો નોંધાયો છે. ટાટા મોટર્સના વાહનોના વેચાણમાં 13.8 ટકાનો વધારો નોંધાયો. આ ડિસેમ્બર મહિનામાં કુલ 46,903 વાહનો વેચાયા, જે આંકડો ડિસેમ્બર 2018માં 54,439 હતો. બીજી તરફ ઘરેલુ બજારની વાત કરીએ તો 50,440 માંથી 12 ટકાના ઘટાડા સાથે 44,254 વાહનો પર આવી ગઈ છે. ટાટા મોટર્સના કોમર્શિયલ વાહનોનું પ્રમાણ 40,015 યુનિટથી 15 ટકા ઘટીને 34,082 યુનિટ અને પેસેન્જર વાહનોનું વેચાણ 10 ટકા ઘટીને 12,785 એકમ પર પહોંચ્યું છે. જે 14,260 યુનિટ હતુ.

મહિન્દ્રાનું વેચાણ પણ ઘટ્યું

મહિન્દ્રાનું વેચાણ પણ ઘટ્યું

મહિન્દ્રાની વાત કરીએ તો ડિસેમ્બર મહિનાના વેચાણમાં 1 ટકાનો ઘટાડો થયો છે. જો કે કંપનીના ઘરેલુ વેચાણમાં 4 ટકાનો વધારો નોંધાયો છે, તો નિકાસમાં 13 ટકાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત મહિન્દ્રાના ટ્રેક્ટરનું વેચાણ 3 ટકા વધ્યું છે. કંપનીનું કુલ ટ્રેક્ટરનું વેચાણ 17,404 એકમથી વધીને 17,990 એકમ પર પહોંચ્યું છે.

હ્યુન્ડાઈના વેચાણમાં પણ ઘટાડો

હ્યુન્ડાઈના વેચાણમાં પણ ઘટાડો

હ્યુન્ડાઇ અને હોન્ડાના વેચાણમાં પણ ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બરમાં હ્યુન્ડાઇના વેચાણમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો. કંપનીની નિકાસમાં પણ 10.06 ટકાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત સમગ્ર 2019 માં પણ હ્યુન્ડાઇના વેચાણમાં 2.6 ટકાનો ઘટાડો નોંધાયો.

હોન્ડાના વેચાણમાં 36 ટકાનો ઘટાડો

હોન્ડાના વેચાણમાં 36 ટકાનો ઘટાડો

હોન્ડાના સ્થાનિક વેચાણમાં પણ 36 ટકાનો ઘટાડો થયો છે. ટ્રેક્ટર ઉત્પાદક કંપની એસ્કોર્ટ્સનું વેચાણ પણ ડિસેમ્બરમાં 10.5 ટકા ઘટીને 4,114 પર પહોંચ્યુ છે. ઓટો કંપનીઓના ઘટતા વેચાણની અસર પણ શેરબજારમાં જોવા મળી છે. મોટાભાગની ઓટોમોબાઈલ કંપનીઓના શેરમાં ઘટાડો નોંધાયો છે.

નવા વર્ષના બીજા જ દિવસે મોંઘું થયું પેટ્રોલ, ડીઝલના રેટ પણ વધ્યાનવા વર્ષના બીજા જ દિવસે મોંઘું થયું પેટ્રોલ, ડીઝલના રેટ પણ વધ્યા

English summary
Sale of maruti cars has been increased in december
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X