નોટ 3ને શ્રેષ્ઠ દર્શાવવા જતા પકડાઇ સેમસંગની ચાલાકી
બેંચમાર્ક ટેસ્ટ પર પોતાના સ્માર્ટફોનની પરફોર્મન્સને વધુ દર્શાવવાની સેમસંગની ચાલાકી ફરી એકવાર પકડાઇ ગઇ છે. આ વખતે સેમસંગ દ્વારા ગેલેક્સી નોટ 3ના પરફોર્મન્સને વધારીને બતાવવામાં આવી છે. આ પહેલાં સેમસંગે ગેલેક્સી એસ 4માં ખાસ કોડિંગ કરીને કેટલાક બેંચમાર્ક ટેસ્ટ પર વધારે પરફોર્મન્સ દર્શાવ્યું હતું.
સ્માર્ટફોન અને ટેબલેટ્સની કંપ્યુટિંગ પાવરને દર્શાવવા માટે એંટુટુ, ગીકબેંચ, લિનપેક, વેલામો, 3ડીએમ અને GFXB જેવી બેંચમાર્કિંગ એપ્સથી ટેસ્ટ કરવામાં આવે છે. આ એપ્સ વેબ બ્રાઉઝિંગ, ગ્રાફિક્સ રેંડરિંગ, ડેટા રીડ-રાઇટ જેવા માનકોના આધારે સ્કોર આપે છે.
ટેક્નોલોજી વેબસાઇટ અર્સટેક્નિકાકએ પોતાના ટેસ્ટમાં જોયું કે, ગીકબેંચ 3 બેંચમાર્ક ટેસ્ટમાં ગેલેક્સી નોટ 3 2.3 ગીગાહર્ટ્ઝની સ્પીડ પર ચાલ્યો. અર્સટેક્નિકાએ જાણ્યું કે, નોન બેંચમાર્ક એપ્સ પર પ્રોસેસરના 4માંથી 3 કોર સ્લીપ મોડમાં જતા રહ્યાં અને તે 2.3 ગીગાહર્ટ્ઝની તુલનામાં માત્ર 300 ગીગાહર્ટ્ઝ પર ચાલ્યું. આવું ત્યારે જાણવા મળ્યું જ્યારે ગીકબેંચ 3નું નામ બદલીને તેને એ ગેલેક્સી નોટ 3 પર ચલાવવામાં આવ્યું.

આનંદટેકના એક રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સેમસંગ આવું કરનારી એકમાત્ર કંપની નથી. ચાલું વર્ષના જૂલાઇ મહિનામાં આનંદટેકને જાણવા મળ્યું હતું કે, સેમસંગે બેંચમાર્ક ટેસ્ટ પર ગેલેક્સી એસ 4ના પરફોર્મન્સે દર્શાવવા માટે કેટલાક ખાસ કોડિંગ કર્યા છે. તેના પર સેમસંગે સફાઇ આપી હતી, પરંતુ એક્સપર્ટે આ સફાઇને નબળી ગણાવી હતી.












Click it and Unblock the Notifications
