For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેતીની જમીન ખરીદવા SBI પાસેથી લોન કેવી રીતે લેશો?

જૈવિક ખેતીમાં લોકોનો વધતો રસ અને જમીન વગરના ખેડૂતોને મદદ કરવા માટે ભારતીય સ્ટેટ બેન્ક લોકોને ખેતીની જમીન ખરીદવા માટે લોન આપી રહી છે.

|
Google Oneindia Gujarati News

જૈવિક ખેતીમાં લોકોનો વધતો રસ અને જમીન વગરના ખેડૂતોને મદદ કરવા માટે ભારતીય સ્ટેટ બેન્ક લોકોને ખેતીની જમીન ખરીદવા માટે લોન આપી રહી છે. જી હાં, જો તમે કેતી કરવા ઈચ્છો છો, પણ તમારી પાસે પૂરતી જમીન નથી તો SBIની લેન્ડ પરચેઝ સ્કીમનો ફાયદો ઉઠાવી શકો છો.

આ પણ વાંચો: 2020 સુધીમાં શરુ થઇ જશે 1 કરોડ ઘરો બનાવવાનું કામ

જેમનો લોન ચૂકવવાનો રેકોર્ડ સારો છે, તેમને SBI જમીન લેવા માટે લોન આપી રહી છે. જો તમે પણ LPS અંતર્ગત જમીન ખરીદવા ઈચ્છો છો, તો તમને SBIની લોનની રકમ ચૂકવવા માટે 7થી 10 વર્ષનો સમય મળી શકે છે. ચાલો આ યોજના વિશે વિસ્તારથી જાણીએ.

SBIની લેન્ડ પરચેઝ સ્કીમ

SBIની લેન્ડ પરચેઝ સ્કીમ

SBI હકીકતમાં ખેતી લાયક જમીન ખરીદવા માટે જમીનની કિંમતની 85 ટકા સુધીની લોન આપી રહી છે. જેમાં લોન રિટર્ન કરવાન સમય મર્યાદા 1થી 2 વર્ષ બાદ શરૂ થશે.

SBIની લેન્ડ પરચેઝ સ્કીમનું ઉદ્દેશ્ય

SBIની લેન્ડ પરચેઝ સ્કીમનું ઉદ્દેશ્ય

SBIની લેન્ડ પરસેઝ સ્કીમનું ધ્યેય નાના અને સીમાંત ખેડૂતોને જમીન ખરીદવા મદદ કરવાનું છે. સાથે જ ખેતી કરનાર એવા લોકો જેમની પાસે ખેતી લાયક જમીન નથી તેઓ પણ આ યોજના અંતર્ગત જમીન ખરીદી શકે છે.

SBIમાં LPS અંતર્ગત કોણ કરી શકે છે અરજી

SBIમાં LPS અંતર્ગત કોણ કરી શકે છે અરજી

SBI પ્રમાણે લેન્ડ પરચેઝ સ્કીમ અંતર્ગત જમીન ખરીદવા માટે એવા નાના અને સીમાંત ખેડૂતો અરજી કરી શકે છે જેમની પાસે 5 એકર કરતા ઓછી સિંચાઈ વિનાની જમીન છે. જો કોઈ ખેડૂત પાસે 2.5 એકર કરતા ઓછી સિંચાઈવાળી જમીન છે તો તેઓ પણ LPS દ્વારા જમીન ખરીદવા અરજી કરી શકે છે.

2 વર્ષનો લોન રિપેમેન્ટનો રેકોર્ડ

2 વર્ષનો લોન રિપેમેન્ટનો રેકોર્ડ

આ યોજના અંતર્ગત ખેતીલાયક જમીન ખરીદવા માટે લોન કરનાર વ્યક્તિનો ઓછામાં ઓછો 2 વર્ષનો લોન રિપેમેન્ટનો રેકોર્ડ હોવો જરૂરી છે. SBI આ લોન માટે બીજી બેન્ક પાસેથી લેવાયેલી લોન પર પણ વિચાર કરી શકે છે. SBIની LPS યોજનામાં ખેતર ખરીદવા માટે લોન આપવાની એક માત્ર શરત એ છે કે અરજી કરનાર પર બીજી કોઈ લોન બાકી ન હોવી જોઈએ.

SBIની LPS યોજનામાં કેટલી મળી શકે છે લોન

SBIની LPS યોજનામાં કેટલી મળી શકે છે લોન

આ યોજના અંતર્ગત ખેતીની જમીન કરીદવા માટે લોનની અરજી પર સ્ટેટ બેન્ક જે તે જમીનની કિંમતનું આકન કરશે. બાદમાં કૃષિલાયક જમીનની કુલ કિંમતની 85 ટકા લોન મળી શકે છે. જણાવી દઈએ કે LPS અંતર્ગત લોન લઈને ખરીદાઈ રહેલી કૃષિ ભૂમિના દસ્તાવેજ લોનની રકમ ચૂકવવા સુધી બેન્ક પાસે જ રહેશે. જ્યારે ખેડૂત લોનની તમામ રકમ ચૂકવી દેશે ત્યારે તે દસ્તાવેજ મેળવી શકે છે.

લોન ચૂકવવાની સમયમર્યાદા

લોન ચૂકવવાની સમયમર્યાદા

આ યોજના અંતર્ગત લોન લીધા બાદ તમને 1થી 2 વર્ષનો સમય મળે છે. જો જમીનને ખેતીલાયક બનાવવાની હોય તો બે વર્ષ અને જો જમીન પહેલેથી જ વિક્સેલી છે તો SBI તમને 1 વર્ષનો ફ્રી સમય આપે છે. આ સમય પૂરો થા બાદ તમારે છ માસિક હપ્તા દ્વારા LPS અંતર્ગત લીધેલી લોનન ચૂકવવાની રહેશે. લોન લેનાર વ્યક્તિ તમામ રકમ 9થી 10 વર્ષમાં રિપેમેન્ટ કરી શકે છે.

English summary
how you can apply for loan under lps scheme
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X