SBIનો સેવિંગ પ્લાન બચતની સાથે આપે છે સુરક્ષિત ભવિષ્ય
માર્કેટમાં ફ્યુચર સેવિંગ્સ માટે અનેક પ્લાન્સ ઉપલબ્ધ છે. જો કે દેશની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા રજૂ કરવામાં આવેલો એસબીઆઇ પ્રોટેક્શન સરળ શિલ્ડ પ્લાન આપના માટે ભાવિ બચતની સાથે સુરક્ષિત ભવિષ્ય પણ આપે છે. આ પ્લાનમાં રોકાણ કરવાથી આપના અને આપના પરિવારની ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય છે.
એસબીઆઇ દ્વારા એવા અનેક પ્લાન ઓફર કરવામાં આવી રહ્યા છે જે આપના પરિવાર માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ પ્લાન ખરીદવાથી આપને આવકવેરામાં છૂટ મળવા સાથે ઓછી પ્રિમિયમની સાથે બચત પણ કરી શકાય છે. જે ભવિષ્યમાં આપને આપના સપના પૂરા કરવામાં મદદ કરશે.

આ પ્લાન લેવા માટેની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ છે. જ્યારે મહત્તમ વય મર્યાદા 60 વર્ષ છે. જો કે આ પ્લાનને જેટલી જલ્દી લેવામાં આવે તેટલું વધારે સેવિંગ કરી શકાશે. કારણ કે તેની પાકતી ઉંમર 65 વર્ષ છે.
એશ્યોર્ડ અવધિ પર કેટલો ફાયદો?
આ પ્લાનની લઘુત્તમ એશ્યોર્ડ અવધિ પાચ વર્ષની હોય છે. જ્યારે મહત્તમ 30 વર્ષની હોય છે. આ પ્લાનથી આપને લઘુત્તમ 7.5 લાખ રૂપિયા અને મહત્તમ 24 લાખ રૂપિયાની બચત થઇ શકે છે.
પ્રિમિયમ કેટલું?
આ યોજનામાં વાર્ષિક પ્રિમિયમ આપનારે દર વર્ષે રૂપિયા 2,000 પ્રિમિયમ આપવાનું હોય છે. જ્યારે ત્રિમાસિક પ્રિમિયમમાં રૂપિયા 600 ભરવાના હોય છે.












Click it and Unblock the Notifications
