For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBIએ સ્માર્ટફોન એપ દ્વારા શરૂ કરી M Passbook સુવિધા

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 23 ઓક્ટોબર : દેશની સૌથી મોટા રાષ્ટ્રીયકૃત બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ - SBI) દ્વારા એમ પાસબુક (M Passbook) સુવિધા શરૂ કરવામાં આવી છે. આ મોબાઇલ એપ્લિકેશનની મદદથી ગ્રાહકો કોઇ પણ જગ્યાએ પોતાના સ્માર્ટફોનની મદદથી પાસબુક સેવા મેળવી શકશે.

આ અંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરપર્સન અરૂંધતિ ભટ્ટાચાર્યએ આ સુવિધાનો આરંભ કરાવતા જણાવ્યું કે 'એમ પાસબુક' બચત અને ચાલુ ખાતાની પરંપરાગત પાસબુકને બદલે એક ઇલેક્ટ્રોનિક એપ્લિકેશન આધારિત પાસબુક સેવા છે.

sbi-1

આ સુવિધા એન્ડ્રોઇડ ફોન પર ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં આ સેવા આઇઓએસ અને બ્લેકબેરી ફોન ઉપર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ એપ્લિકેશનની મદદથી ખાતેદાર પોતાના લેણા અને દેવા અંગે સ્માર્ટફોન પર માહિતી પ્રાપ્ત કરી શકે છે. તેઆમાં વર્ષભરનો ડેટા પણ રાખી શકે છે.

English summary
SBI started M Passbook facility on smartphone.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X