SEBIએ સરળ વિદેશી રોકાણ નિયમોને આપી મંજૂરી

આ અંગે સેબીની સત્તાવાર વેબસાઇટ પર શનિવારે રજૂ કરવામાં આવેલા એક વક્તવ્ય અનુસાર સેબીએ વિદેશી કંપનીઓના રોકાણકારો અંગેના કાયદા 1995ની જોગવાઇઓ, વિદેશી રોકાણકારોની રૂપરેખા (ક્યુએફઆઇએસ), રોકાણ વિકલ્પોની તર્કસંગતતા અને વિદેશી રોકાણકારોના પોર્ટફોલિયો પર નજર રાખતી સમિતીની ભલામણોને ધ્યાનમાં રાખીને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો એક્ટ 2013ને તૈયાર કર્યો છે.
દેશમાં વર્તમાન સમયમાં નોંધવામાં આવેલા નુકસાનને ઘટાડવા માટે વિદેશી રોકાણકારોને આકર્ષવા જરૂરી છે. આ માટે વિદેશી રોકાણકારોની નોંધણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે વિદેશી રોકાણકારો માટેના સરળ નિયમો બનાવ્યા છે. આ નવા નિયમ અંતર્ગત વિદેશી રોકાણકારોએ એફઆઇઆઇ, ક્યુએફઆઇએસ અથવા એફપીઆઇ આ ત્રણમાંથી એક અંતર્ગત નોંધણી કરાવવી પડશે.
સેબી વિદેશી રોકાણકારો માટે નવા સરળ નિયમો બનાવશે તે અંગેની જાહેરાત જૂનમાં યોજવામાં આવેલી બેઠકમાં કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
