સેબીએ રિલાયન્સને 11 કરોડનો દંડ ફટકાર્યો

mukesh-ambani
મુંબઈ, 3 મે : સેબીએ આંતરિક કારોબારને લઈને કડક વલણ અપનાવ્યું છે. બજાર નિયામક સેબીએ મુકેશ અંબાણીની રિલાયન્સ પેટ્રોઈન્વેસ્ચમેંટ્સ લિમિટેડ (આરપીઆઈએલ) ઉપર 11 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આરપીએલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ)ની સહિયોગી કંપની છે. નિયામકે આ કંપનીને ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પ લિમિટેડ(આરપીઆઈએલ)નાં શેર્સમાં આંતરિક કારોબાર (ઈનસાઈડર ટ્રેડિંગ) કરવા માટે દોષિ ઠેરવ્યા છે.

આરપીઆઈએલે વર્ષ 2007માં આઈપીસીએલનાં શેર્સમાં સોદા કરતા આંતરિક કારોબારનાં નિયમોને નેવે મુક્યા હતા. ખોટા સોદાઓ દ્વારા અંબાણીની કંપનીએ 3.82 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. આઈપીસીએલ એક સરકારી કંપની હતી, જેને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ખરીદી હતી. કેટલાક સમય સુધી આ શેર બજારમાં એક અલગ લિસ્ટેડ કંપની બની રહી.

પ્રમોટર સમૂહનાં એકમનાં કારણે આરપીઆઈએલને આઈપીસીએલનાં આરઆઈએલમાં વિલયની માહિતી પહેલેથી હતી. જેના આધારે કંપનીએ 22 ફેબ્રુઆરી, 2007થી 8 માર્ચ, 2008ની વચ્ચે સોદા કર્યા હતા. સેબીની તપાસ દરમિયાન આ માહિતી સામે આવી. તે સમયે મુકેશ અંબાણી આઈપીસીએલનાં ચેરમેન હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X