સેબીએ તપાસ માટે 1 વર્ષની સમય મર્યાદા નક્કી કરી

માર્કેટમાં એક છબી છે કે કાયદાના ઢીલા અમલીકરણને કારણે કાયદાનું ઉલ્લંઘન ખુલ્લે આમ કરવામાં આવે છે. કાયદાની ગંભીરતા નહીં હોવાને કારણે ગેરરીતીની તપાસમાં ઘણો સમય નીકળી જતો અને ગેરરીતી કરનારા ખુલ્લે આમ ફરતા હતા.
આ અંગે સેબીના ચેરમેન યુ કે સિંહાએ જણાવ્યું કે "ભૂતકાળમાં એવા કિસ્સા બન્યા છે કે કેસની તપાસમાં વિલંબને કારણે યોગ્ય સજા થઇ શકી ના હોય, પણ હવે અમે કડકાઇથી પાલન કરીશું. હું એમ નથી કહેત કે આ બાબત મહિનાઓમાં શક્ય બનશે પણ અમે અમારી તપાસ ઝડપી બનાવીશું."
સિંહાએ વધુમાં જણાવ્યું કે "અમારું લક્ષ્ય છે કે કોઇ પણ કેસની તપાસ એક વર્ષથી વધારે સમય માટે ચાલે નહીં. આ માટેની જરૂરી સૂચના અમે આપી દીધી છે. આ કારણે તપાસમાં વર્ષો વીતી જવાની છાપ હવે ભૂતકાળ બની જશે."












Click it and Unblock the Notifications
