For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM Kisan Samman Nidhi: બીજો હપતો 2.1 કરોડ ખેડૂતોને ટ્રાન્સફર

સમ્માન નિધિ યોજનાનો બીજો હપતો ખેડૂતોના ખાતાઓમાં પહોંચ્યો. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના પ્રથમ હપતા હેઠળ 3.10 કરોડ નાના અને સીમાંત ખેડૂતોને 2,000-2,000 રૂપિયા જારી કરવામાં આવ્યા છે

|
Google Oneindia Gujarati News

સમ્માન નિધિ યોજનાનો બીજો હપતો ખેડૂતોના ખાતાઓમાં પહોંચ્યો. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના પ્રથમ હપતા હેઠળ 3.10 કરોડ નાના અને સીમાંત ખેડૂતોને 2,000-2,000 રૂપિયા જારી કરવામાં આવ્યા છે અને 2.10 કરોડ ખેડૂતોને યોજનાનો બીજો હપતો પણ પહોંચી ગયો છે. જણાવી દઈએ કે આ માટે કેન્દ્ર સરકારે અત્યાર સુધી 10,500 કરોડ રૂપિયાની રકમ જારી કરી છે. તેની માહિતી કૃષિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ આપી હતી.

PM Kisan Samman Nidhi

યાદ અપાવી દઈએ કે લોકસભાની ચૂંટણી પહેલાં, કેન્દ્ર સરકારે 75,000 કરોડ રૂપિયાની આ યોજનાની જાહેરાત કરી હતી. આ હેઠળ, વર્ષમાં ત્રણ હપ્તાઓમાં રૂપિયા 6,000 ની નાણાકીય સહાય દેશના આશરે 12 કરોડ નાના અને સીમાંત ખેડૂતોને આપવાની છે. જો કે, ચૂંટણી પંચે 10 મી માર્ચના રોજ આદર્શ આચાર સંહિતા લાગુ થવાથી રજિસ્ટર્ડ લાભાર્થીઓને તેનો પ્રથમ અને બીજો હપતો જારી કરવા માટે કૃષિ મંત્રાલયને પરવાનગી આપી હતી. તમે https://pmkisan.nic.in/StateDist_Beneficiery.aspx પર જઈને પીએમ કિસાન યોજનાનો લાભ મેળવનારા ખેડૂતોનું લિસ્ટ જોઈ શકો છો.

અત્યાર સુધીમાં કુલ 10,500 કરોડ રૂપિયા આપવામાં આવ્યા

જણાવી દઈએ કે અધિકારીએ કહ્યું છે કે 10 માર્ચ પહેલાં આ યોજના હેઠળ 4.76 કરોડ ખેડૂતો રજિસ્ટર્ડ થઇ ગયા છે. અત્યાર સુધીમાં અમે 3.10 કરોડ ખેડૂતોને પહેલો અને 2.10 કરોડ ખેડૂતોને બીજો હપતો જારી કરી ચુક્યા છે. તેમણે કહ્યું કે પ્રથમ અને બીજ હપતામાં, અત્યાર સુધીમાં ખેડૂતોને 10,500 કરોડ રૂપિયા પહોંચાડવામાં આવ્યા છે.

આ જાહેરાત બજેટમાં સરકાર દ્વારા કરવામાં આવી હતી

બજેટમાં એનડીએ સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં માર્ચના અંત સુધીમાં ખેડૂતોને પ્રથમ હપ્તામાં 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવા માટે 20,000 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઔપચારિક રીતે 24 મી ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં લોન્ચ કરી હતી, જેના હેઠળ 1.01 કરોડ ખેડૂતોને પ્રથમ હપતો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: PM Kisan: આ રાજ્યોની નિષ્ક્રિયતાને કારણે લાખો ખેડૂતોને નથી મળી રહ્યા પૈસા

English summary
Second Installment Reached In The Accounts Of Farmers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X