For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM Kisan: આ રાજ્યોની નિષ્ક્રિયતાને કારણે લાખો ખેડૂતોને નથી મળી રહ્યા પૈસા

દેશના કેટલાક રાજ્યોની નિષ્ક્રિયતાને કારણે પીએમ કિસાનનો ફાયદો દેશના લગભગ 68 લાખ ખેડૂતોને નથી મળ્યો. મોદી સરકારની આ યોજના આ વખતના વચગાળાના બજેટમાં લાગુ કરી હતી.

|
Google Oneindia Gujarati News

દેશના કેટલાક રાજ્યોની નિષ્ક્રિયતાને કારણે પીએમ કિસાનનો ફાયદો દેશના લગભગ 68 લાખ ખેડૂતોને નથી મળ્યો. મોદી સરકારની આ યોજના આ વખતના વચગાળાના બજેટમાં લાગુ કરી હતી. પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને દિલ્હી જેવા રાજ્યોએ આ યોજનાનો લાભ આપવા માટે હજી સુધી યોજનાનું પોર્ટલ પણ નથી બનાવ્યું. જેને કારણે ખેડૂતોને આ સ્કીમનો પહેલો 2 હજાર રૂપિયાનો હપતો નથી મળી શક્યો. સામે બાકીના રાજ્યોના લાખો ખેડૂતોને લાભ મળી ચૂક્યો છે. આ યોજના અંતર્ગત 5 એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને દર વર્ષે ત્રણ હપતામાં 6 હજાર રૂપિયા મળશે. પહેલો હપતો 31 માર્ચ સુધીમાં અને બીજો 1 એપ્રિલ સુધીમાં મળશે.

કેન્દ્રીય કૃષિ પ્રધાને આપી માહિતી

કેન્દ્રીય કૃષિ પ્રધાને આપી માહિતી

કેન્દ્રીય કૃષિ પ્રધાન રાધા મોહનસિંહે આપેલી માહિતી મુજબ ગત રવિવાર સુધી પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને દિલ્હીના એક પણ ખેડૂતનું નામ પીએમ કિસાન પોર્ટલ પર અપડેટ નથી થયું. આ રાજ્યોના 67.82 લાખ ખેડૂતો હજી સુધી યોજનાનો ફાયદો નથી લઈ શક્યા. આ રાજ્યોએ પોર્ટલ પર ખેડૂતોના નામ અપડેટ ન કર્યા હોવાથી તેમને યોજનાનો લાભ નથી મળ્યો.

પૈસા હોવા છતાં ખેડૂતોને નથી કરી સહાય

પૈસા હોવા છતાં ખેડૂતોને નથી કરી સહાય

કેન્દ્રીય કૃષિ પ્રધાનના કહેવા પ્રમાણે પશ્ચિમ બંગાળના લગભગ 67.11 લાખ ખેડૂતોને આ સ્કીમનો લાભ મળવાનો છે. આ માટે રાજ્ય સરકારને 1342 કરોડનું ફંડ પણ આપી દેવાયું છે, પરંતુ આ પૈસા ખેડૂતો સુધી નથી પહોંચ્યા. તો પીએમ કિસાન સ્કીમ અંતર્ગત સિક્કિમના 55.090 ખેડૂતોને 11 કરોડ રૂપિયા પહોંચાડી દેવાયા છે, સાથે જ દિલ્હીના 15,880 ખેડૂતો માટે 3 કરોડનું ફંડ રાજ્યને અપાઈ ચૂક્યુ છે. પરંતુ પીએમ કિસાન પોર્ટલ પર નામ નહોવાનો કારણે આ ત્રણ રાજ્યના ખેડૂતોને સ્કીમનો લાભ નથી મળી શક્યો.

3.11 કરોડ ખેડૂતોને મળ્યા પૈસા

3.11 કરોડ ખેડૂતોને મળ્યા પૈસા

રાધામોહન સિંહના કહેવા પ્રમાણે પીએમ કિસાન પોર્ટલ પર અત્યાર સુધીમાં 4.71 કરોડ ખેડૂતોનું નામ અપડેટ કરાયું છે. આ ડેટા 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા અપડેટ થયો છે. જેમાંથી 3.11 લાખ ખેડૂતોનો ડેટા વેરિફાઈ થઈ ચૂક્યો છે. જેમાંથી લગભગ 2.75 કરોડ ખેડૂતોને પહેલા હપતા તરીકે 2000ની રકમ મળી પણ ચૂકી છે. આ ઉપરાંત 22 લાખ ખેડૂતોને પૈસા મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે.

1.65 કરોડ ખેડૂતોનો ડેટા ખોટો

1.65 કરોડ ખેડૂતોનો ડેટા ખોટો

તેમણે કહ્યું કે પોર્ટલ પર અપડેટ થયેલા નામમાંથી લગભગ 1.65 કરોડ ખેડૂતોનો ડેટા કરેક્શન માટે રાજ્યોને પાછો મોકલાયો છે. આ નામ રાજ્યોએ હજી સુધી કરેક્શન કરીને પાછા નથઈ મોકલ્યા.

આ રાજ્યોએ મારી બાજી

આ રાજ્યોએ મારી બાજી

પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને લાભ અપાવવા આ રાજ્યો સૌથી આગળ છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, હિમાંચલ પ્રદેશ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, આસામ અને અંદમાન જેવા રાજ્યો સૌથી આગળ છે. આ રાજ્યોમાં 40 ટકા ખેડૂતને યોજનાનો લાભ મળી ચૂક્યો છે.

આ રાજ્યોનું પણ સારું કામ

આ રાજ્યોનું પણ સારું કામ

તો જમ્મુ-કાશ્મીર, દાદરા નગર હવેલી, તેલંગાણા અને તામિલનાડુ એ રાજ્યોમાં સામેલ છે, જ્યાં લગભગ 25થી 40 ટકા ખેડૂતોને યોજનાનો પહેલો હપતો મળી ચૂક્યો છે.

English summary
in which states the farmers did not get the benefit the pm kisan scheme
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X