કેઇન્સ ટેક્નોલોજીએ હસ્તગત કરી 5,000 કરોડના સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ માટે જમીન
Semiconductor Project in Gujarat : એક સમાચાર અહેવાલમાં જણાવ્યા અનુસાર, ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની કેનેસ ટેક્નોલોજીએ તેના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) યુનિટની સ્થાપના માટે સાણંદમાં જમીન હસ્તગત કરી છે.
કંપની આ ચિપ પ્રોજેક્ટમાં આશરે રૂપિયા 5,000 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ પગલું નોંધપાત્ર છે. કારણ કે, કેન્સે, તેની પેટાકંપની કેનેસ સેમિકોન દ્વારા, શરૂઆતમાં લગભગ રૂપિયા 3,000 કરોડના મૂડી ખર્ચ સાથે તેલંગાણામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનાવવાની યોજનાની જાહેરાત કરી હતી.
આ સાથે એવું પણ જાણવા મળ્યું છે કે, નવા પ્રોજેક્ટ સાથે પણ, કેન્સ તેના તેલંગાણા યુનિટને છોડી રહી નથી. તેલંગાણા સુવિધામાં બે ચિપ એસેમ્બલી લાઇન હશે, જ્યારે વધુ અદ્યતન ચિપ એસેમ્બલી અને પરીક્ષણ કામગીરી ગુજરાતમાં આધારિત હશે.

કેન્સ દ્વારા ગુજરાત પ્રોજેક્ટ માટે રૂપિયા 76,000 કરોડની સેમિકન્ડક્ટર ઇન્સેન્ટિવ સ્કીમ હેઠળ પણ અરજી કરવામાં આવી છે. આ સાથે હવે તે સરકારની મંજૂરીની રાહ જોઈ રહી છે.
અહેવાલ સૂચવે છે કે, કંપનીના જણાવ્યા મુજબ, ગુજરાતની વિકસિત ઇકોસિસ્ટમ, સાણંદ અને ધોલેરામાં અન્ય નોંધપાત્ર ચિપ પ્રોજેક્ટ્સ સાથે, તેને તેની અદ્યતન સુવિધા માટે વ્યૂહાત્મક સ્થાન બનાવે છે.












Click it and Unblock the Notifications
