For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US ફેડના પગલાંથી સેન્સેક્સમાં રિકવરી; 27000ની પાર, નિફ્ટી 100 વધ્યો

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 18 ડિસેમ્બર : અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંક દ્વારા હાલ વ્યાજદરમાં કોઈ વધારો ન કરવાના સંકેત મળતાં અમેરિકન બજારમાં જોવા મળેલી જોરદાર રેલી ને પગલે ભારતીય શેરબજારમાં પણ આજે બુલિશ ટ્રેન્ડ જોવા મળ્યો છે.

ફેડ રિઝર્વના જેનેટ યેલેનના જણાવ્યા મુજબ હાલ પોલિસીમાં કોઇ ફેરફાર નહિ થાય.ફેડ વર્ષ 2015ના મધ્ય સુધીમાં વ્યાજદરમાં ફેરફાર કરશે. આ અહેવાલને પગલે આજે ભારતીય શેરબજાર બીએસઇનો ઇન્ડેક્સ સેન્સેક્સ રિકવર થઇને 27,000ની સપાટી કૂદાવી ગયો છે.

market-bull-1

આજે સેન્સેક્સમાં 336 પોઇન્ટ અને નિફ્ટીમાં 104 પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે. નિફ્ટીમાં બેંકિંગ સ્ટોક્સ જેવા કે આઇસીઆઇસીઆઇ બેંકમાં 3 ટકાનો વધારો જોવા મળ્યો છે. અન્ય બેંકિંગ સ્ટોક્સ જેમ કે એસબીઆઇ, બેંક ઓફ બરોડા, કેનેરા બેંકના શેર્સમાં પણ તેજી જોવા મળી છે.

કન્ઝયુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી, કેપિટલ ગુડ્ઝ અને બેન્કિંગ શેરોમાં આવેલી ખરીદારીથી બજારએ છલાંગ લગાવી છે. આ ઉપરાંત આઇટી સ્ટોક્માં પણ તેજીની ચાલ જોવા મળી રહી છે.

બજારમાં કારોબારના આ સમય દરમ્યાન બીએચઈએલ, એસબીઆઈ, કેર્ન ઈન્ડિયા, જીંદલ સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, હિન્ડાલ્કો અને ટાટા પાવર જેવા દિગ્ગજ શેરોમાં 3.25-2.3% ની મજબૂતી આવી છે. જો કે આઈટીસી 0.6% અને એચયુએલ 0.4% સુધી તૂટ્યા છે.

મિડકેપ શેરોમાં તિલક ફાઈનાન્સ, બૉમ્બે રેયૉન, ઑલકાર્ગો, રિલેક્સો ફૂટવિયર અને ડીબી રિયલ્ટી સૌથી વધારે 17.6-5.9% સુધી ઉછળો છે. સ્મૉલકેપ શેરોમાં ઈન્ડિયા ટુરિઝ્મ, જે કે ટાયર, મનકસિયા, આદિત્ય બિડલા કેમિકલ અને જિનિસિસ ઈન્ટરનેશનલ સૌથી વધારે 13.7-8% સુધી વધ્યા છે.

English summary
Sensex Back Above 27,000, Nifty up 100 points as US Fed Reserve Calms Nerves.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X