For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધનતેરસે સેન્સેક્સમાં તેજી : સોનામાં સામાન્ય ચમક

|
Google Oneindia Gujarati News

gold-bar
મુંબઇ, 1 નવેમ્બર : આજે ધનતેરસના દિવસે સેન્‍સેકસમાં ધનાધન તેજી જોવા મળી હતી. આજે બીએસઇ સેન્‍સેકસે આજે એક નવો રેકોર્ડ બનાવયો છે. તે 21,200 પોઇન્ટનો આંકડો વટાવી ગયો છે.

આજે ખુલતા સમયે સેન્‍સેકસે 130 પોઇન્‍ટની છલાંગ લાગાવી હતી. જયારે નિફટીએ પણ રેકોર્ડ સ્‍તર 6957ની સપાટી વટાવી હતી. આજે સેન્‍સેકસ પ્રારંભે 6 વર્ષની ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો. ગઇકાલે સેન્‍સેકસ 21,164 ઉપર બંધ રહયો હતો. 10 જાન્‍યુઆરી 2008ના રોજ સેન્‍સેકસ 21,206 પર પહોંચયો હતો. પરંતુ આજે તેણે આ રેકોર્ડ પણ તોડી નાખ્‍યો હતો. નિફટી પણ આજે 6,357 પર પહોંચીને 8 જાન્‍યુઆરી 2008 પછી સૌથી ઉંચા સ્‍તરે પહોંચી હતી.

આજે બીએસસી 30 શેરોનો સૂચક આંક 32.39 પોઇન્ટના વધારા સાથે 21,196.81 પોઇન્ટ પર , જ્યારે 50 શેરોવાળો નિફ્ટીનો 08.05ના વધારા સાથે 6,307.20ની સપાટીએ બંધ રહ્યો હતો. માર્કેટના જાણકારોના જણાવ્યા અનુસાર કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ ભારતીય અર્થવ્યવસ્થામાં સારી તેજી જોવા મળી શકે છે. જેના પગલે વિદેશી રોકાણકારોએ અત્યારથી ભારતીય માર્કેટમાં રોકાણ શરૂ કર્યું છે. જેના કારણે આ તેજી જોવા મળી રહી છે.

બીજી તરફ આજે ધનતેરસ હોવા છતાં સોનામાં સામાન્ય ચમક જોવા મળી હતી. આજે સોમામાં 39 રૂપિયાનો મામૂલી વધારો જોવા મળ્યો હતો. આ સાથે 10 ગ્રામ સોનાની કિંમત 29,832 રૂપિયા હતી.

English summary
Sensex bullish on Dhanteras; Gold prices marginal up
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X