For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેન્સેક્સ 25000ની સપાટી વટાવી રહ્યો બંધ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 5 જૂન : આજે શેર બજારે નીચલા સ્તરે નોંધનીય વધારો દર્શાવ્યો હતો. જેના કારણે બજાર 1 ટકાના વધારા સાથે બંધ રહ્યું હતું. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)નો સૂચકઆંક સેન્સેક્સ 214 પોઇન્ટ વધીને 25,019ના સ્તરે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)નો સૂચક આંક નિફ્ટી 72 અંક વધીને 7,474ની સપાટીએ બંધ રહ્યા હતા. આજે મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં 1થી 1.5 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આજે પહેલીવાર સેન્સેક્સ 25,000ની સપાટી વટાવીને બંધ રહ્યો હતો.

આજની તેજીમાં મેટલ શેરોમાં 3 ટકાનો વધારો, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને પાવર શેરોમાં 1 ટકાનો વધારો નોંધાયો હતો. જ્યારે કેપિટલ ગુડ્સ શેર્સમાં અડધા ટકા સુધીની તેજી જોવા મળી હતી.

share-bazar

આજની તેજીમાં બેંકિંગ શેરોમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું હતું. બીપીસીએલ નિફ્ટીનો ટોપ ગેઇનર શેર રહ્યો. જ્યારે કંપની શેર્સમાં 7 ટકા સુધીની તેજી જોવા મળી હતી. આજે સેસા, સ્ટરલાઇટ, હિન્ડાલ્કો, હિન્દુસ્તાન યુનિલીવર અને કેયર્ન કંપનીના શેર્સમાં 5થી 6.5 ટકાની તેજી જોવા મળી હતી.

બીજી તરફ એશિયાના બજારમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. જાપાનનો નિક્કેઇ મામૂલી તેજી સાથે 15,079ના સ્તર પર બંધ થયો છે. જ્યારે હેંગસેંગ મામુલી ઘટાડા સાથે 23,110 સ્તર પર બંધ રહ્યો હતો.

English summary
Sensex closed on benchmark high level of 25000.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X