પ્રોફિટ બૂકિંગને પગલે માર્કેટમાં ઉતાર ચઢાવ

આજે સેન્સેક્સનો 30 શેર્સનો બેરોમીટર છેલ્લા 6 સેશનના 470 પોઇન્ટના વધારા બાદ આજે 0.87 ટકા એટલે કે 165.96 પોઇન્ટ ઘટીને 18,736.45 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. આ સેશનમાં ખાસ કરીને રિયલ્ટી, પાવર, બેંકિંગ અને આઇટી સેક્ટરના શેર્સમાં નકારાત્મક વલણ જોવા મળ્યું હતું.
બીજી તરફ એનએસઇના બેંચમાર્ક નિફ્ટીમાં પણ 1.14 ટકાનો ઘટાડોજોવા મળ્યો છે. આજે સવારે નિફ્ટી 66.15 પોઇન્ટ ઘટીને 5,693.95 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. બ્રોકર્સનું માનવું છે કે માર્કેટમાં પ્રોફિ્ટ બૂકિંગના કારણે માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત વૈશ્વિક બજારોમાં અમેરિકાના અર્થ તંત્રને ફરી મંદીનો સામનો કરવો પડે તેની બીકને કારણે માર્કેટો તૂટતા તેની અસર ભારતીય બજારો પર જોવા મળી છે.












Click it and Unblock the Notifications
